________________
કરે છે. પોતાની જાતને નિર્દોષ માને છે. અને સામેવાળાના દોષને મોટા કરી જગતની સામે પણ પોતાની સજ્જનતા પ્રસ્થાપિત કરવા મથે છે. સાચા નામસ્મરણ દ્વારા ચમત્કાર આજે પણ બને છે.
આ કાળમાં ધર્માત્માને સાંભળવા જીવો ઘણું કરીને પોતાની લોકેષણા, અહંભાવ અને પ્રતિષ્ઠાને પોષવા માટે જાય છે. અથવા ગતાનુગતિક્તાથી પણ જતા હોય છે. આમ, આ કાળમાં જીવનસંગ્રામ ઘરમાં જ ખેલાતો હોય છે. આવડા મોટા વિશ્વમાં દરેકનો પોતાનો સંસાર બસો-ચારસો વ્યક્તિઓમાં સીમિત છે. તેમાં પણ રાગ-દ્વેષ પાંચ-પચ્ચીસ વ્યક્તિથી વધારે વ્યક્તિ સાથે નથી. છતાં આ રાગ-દ્વેષ એવો જોરદાર રીતે ચાલે છે કે નવા કર્મબંધનની શૃંખલા રચાતી જ જાય છે. આ સંદર્ભમાં કવિ કહે છે કે જીવન સંગ્રામમાં રાગ-દ્વેષરૂપી મારોકાપોના નાદ ચાલતા હોય. અઢાર કષાયોરૂપી અઢાર અક્ષૌહિણી સેના સામે ઊભી હોય અને તેવા કપરાકાળમાં પણ જે જીવ સાચા અંતઃકરણથી પરમાત્માને ભજે છે. પરમાત્માની ભક્તિમાં લીન થાય છે. પોતાનું સર્વસ્વ પરમાત્માના ચરણે ધરે છે. બસ, આટલું જ કરે છે ત્યાં તો અનંતકાળથી કદાપિ ના જોયો હોય તેવો ચમત્કાર સર્જાય છે. આત્મસાક્ષાત્કાર થાય છે. સમ્યગદર્શન થાય છે. આત્માના અનંતાગુણો અને અનંતશક્તિનો પરિચય થાય છે. પોતાની સ્વાધીન દશાનું ભાન થાય છે. અને નિદ્રામાંથી આળસ મરડીને માણસ બેઠો થાય તો રાત્રિના સ્વપ્રનું જેમ અસ્તિત્વ નથી રહેતું તેવી રીતે જીવન સંગ્રામ પણ રહેતો નથી. રાગ-દ્વેષના મારો-કાપોનો નાદ પણ રહેતો નથી. અને પોતાના શુદ્ધ સ્વરૂપનું વદન જેટલા અંશે પોતાનો પુરુષાર્થ ઉછા હોય તેટલાં અંશે અનુભવમાં આવે છે. આમ, આડત્રીસમા શ્લોકમાં પણ ઘણો રહસ્યપૂર્ણ બંધ આપવામાં આવ્યો છે.
Jain Education International
www.jainelibrary.org
For Private & Personal Use Only
(૧પર)