________________
નાશ કરી શકે છે. હાથી સ્થૂળકાય હોવા છતાં જાડી બુદ્ધિનો નહીં પણ ચતુર જણાય છે. હાથીના સકંજામાં જો સિંહ ફસાઈ જાય તો સિંહ જેવા સિંહને પણ મોતને ઘાટ ઉતારી દે છે. આવો હાથી મૃત્યુ પામે ત્યારે લોહીની નદીઓ વહે તેમ કહી શકાય. આમ, હાથીનો એક અર્થ ગજરાજ પણ છે. અને ગજ શબ્દનો અર્થ અભિમાન થાય છે. કથાનુયોગ પ્રમાણે બાહુબલીને કેવળજ્ઞાન પ્રગટતા અટક્યું હતું. ત્યારે તેમને એમ કહેવામાં આવે છે કે, “ગજ થકી હેઠા ઉતરો રે....” આત્મજ્ઞાનની અતિ ઉગ્ર સાધનામાં લીન બાહુબલીના કેવળજ્ઞાનને પ્રગટ થતું એ અહંકારે રોકી રાખ્યું હતું. અહંકાર હાથીના જેવો મહાકાય છે. તેના જેવો ચતુર છે. અહંકાર સર્જક પણ છે અને વિનાશક પણ છે.
કેવળજ્ઞાનની પ્રાપ્તિમાં ગુણસ્થાનકની શ્રેણીમાં છેલ્લે અહંકાર વિદાય લે છે. હાથી મૃત્યુ પામે ત્યારે જેમ લોહીની નદીઓ વહે છે તેમ અહંકાર મૃત્યુ પામે ત્યારે અજ્ઞાન નાશ પામે છે. હાથીના મૃત્યુ અને લોહીના પ્રવાહ દ્વારા અહંકારના મૃત્યુ અને સર્વ અશુદ્ધિના નાશની વાત સૂચિત થાય છે. પણ આવા અહંકારનો નાશ થાય શી રીતે? સંસારયોગ ધન-વૈભવ, પદ-પ્રતિષ્ઠા અને સંબંધોને પકડીને તેના સહારે જીવે છે. તેથી અહંકાર બળવાન બને છે. ત્યાગીઓ, સાધુઓ, સંન્યાસીઓ માતા-પિતાને છોડે છે. ધન-વૈભવને છોડે છે. પરિવારને છોડે છે. પદ-પ્રતિષ્ઠાને છોડે છે. અને આમ બધું છોડવાની કર્તુત્વ બુદ્ધિ અહંકારને પુષ્ટ કરે છે. એક ઘરને છોડીને અનેક ઘર બાંધે છે ભિક્ષા માટે). થોડા સંબંધો છોડીને અસંખ્ય અનુયાયીઓથી સંબંધો બાંધે છે. સંસારના પદ-પ્રતિષ્ઠા છોડીને સાધુપણામાં વિવિધ પદ-પ્રતિષ્ઠા અને નામાભિધાન ધારણ કરે છે. આમ, વ્યક્તિ સજગ ન રહે તો ચતુરાઈપૂર્વક આ ગજરાજ(અભિમાન) સંસારી અને સાધુમાં ભરપૂર માત્રામાં રહે છે. સાધકદશામાં અને આત્મજ્ઞાનની સાધનામાં મોક્ષમાર્ગના પ્રવાસી માટે આ અહંકાર અત્યંત બાધક પરિબળ છે. તેમ છતાં તે વિવિધરૂપે, વિવિધ બહાના હેઠળ, વિવિધ કારણોના આશ્રય નીચે પ્રગટ કે અપ્રગટપણે ધૂળ કે સૂક્ષ્મપણે જીવાત્મા સાથે રહે છે.
ભક્તિમાર્ગ અહમ શૂન્યતાનો માર્ગ આ શ્લોક દ્વારા આચાર્ય ભગવંત શ્રીમાનતુંગસૂરીશ્વરજી એમ ફરમાવે છે કે અહંકારરૂપી ગજરાજને હણવા માટે ભક્તિરૂપી ભાલો એ અમોઘ શસ્ત્ર છે. અને તે જ એક માત્ર શસ્ત્ર છે કે જે હાથીને હણી શકે. અહંશૂન્ય થવા માટે ભક્તિ સિવાય કોઈ શસ્ત્ર કામયાબ થઈ શકે તેમ નથી. અને આ ભક્તિ એ શૂરવીરની ભક્તિ છે. આ ભક્તિ એટલે ખાંડાની ધાર ઉપર ચાલવું. આ ભક્તિમાં “હું”
For Prive(૧૫૪)nal Use Only
Jain Education International
www.jainelibrary.org