________________
તેમની રે -પરમાત્માની ભક્તિ તરફ છે. ભક્તિ એટલે પ્રભુ તરફની પ્રીતિ. પરમાત્માના અનંતા દિવ્યગુણોનો મહિમા જેમના હૃદયમાં યથાયોગ્ય રીતે વ્યાપ્યો છે તેવા દેવો સમર્પિત હૃદય વડે પ્રભુને નમસ્કાર કરે છે. પોતે ઊંચી ગતિમાં હોવા છતાં તેનાથી નિર્મોહી થઈને, અહંકારની શૂન્યતા હૃદયમાં ધારણ કરીને જ્યારે પરમાત્માને નમસ્કાર કરે છે, ત્યારે પોતાના આત્માની અંદર જે દિવ્યતા પ્રકાશિત થાય છે તે પરમાત્મા તરફના સમર્પણના કારણે છે. આ રીતે પરમાત્માના અનંતા દિવ્યગુણોને ભક્તિની ગંગામાં સ્નાન કરતાં તે દેવો જ્યારે (ઝીલે છે) ત્યારે પરમાત્માને નમન કરી રહેલા તે દેવોના) નમેલા મસ્તક ઉપર રહેલા મુગટના મણિ વગેરે રત્નો પરમાત્માની ભક્તિરૂપી, સમર્પણરૂપી સ્થિતિના કારણે દિવ્ય તેજથી દેદીપ્યમાન બની ઝળહળી રહ્યા હોય તેમ લાગે છે. હવે આ વાતને આપણે બીજી રીતે વિચારી શકીએ. પરમાત્મા તરફ દેવો કેવા ભક્તિવંત છે? એમ કહી શકાય કે, “ભક્તિતણા જ્યાં પૂર ઉમટે, મોતની પરવા નથી ” અથવા વિકલ્પ એમ કહી શકાય કે, “ ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ ” આવી અત્યંત પ્રબળ ઝંખનાવાળા આત્માઓ જ પોતાના શાશ્વત સુખને પ્રાપ્ત કરી શકે છે.
વર્તમાન ચોવીસીના પ્રથમ તીર્થકર ઋષભદેવ ભગવાનને જે દેવો ભક્તિપૂર્વક નમસ્કાર કરે છે. તેમની ભક્તિની ઉત્કૃષ્ટતાનો ઉપર નિર્દેશ આપ્યો છે. આ દેવોની આવી ભક્તિમય સ્થિતિને આપણે અંતરાત્મદશા કહી શકીએ. બાહ્યસુખોની નિરર્થકતાનો નિર્ણય કરી અંતરાત્મદશા તરફ વળેલા અને પરમાત્મા તરફ ભક્તિવંત એવા દેવોના અંતરતજ જાણે કે પરમાત્માના અનંતા દિવ્યગુણોના તેજસ્વી અંશો તેમના હૃદયમાં પ્રતિબિંબિત થઈ તેની તેજ પ્રભા જાણે કે તેમના મુગટના મણિઓને શોભાવી રહી હોય તેમ જણાય છે. ભવાટવિમાં અટવાતા જીવોને આચાર્ય ભગવંતનું
અભયવચન અને માર્ગદર્શન
પ્રથમ શ્લોકની પ્રથમ પંક્તિથી જ આચાર્ય ભગવંત માનતુંગસૂરીશ્વરજી સ્પષ્ટ ફરમાવે છે કે મહાપુણ્યયોગે પ્રાપ્ત થયેલ દેવગતિના શાતા વેદનીય આપનારા સર્વોત્તમ સુખોની નિરર્થકતાનો નિર્ણય કરી જેમ દેવો પરમાત્મા ઋષભદેવ તરફ ભક્તિવંત અને સમર્પિત થયા છે. તેજ
એકમાત્ર ઉપાદેય કરવા યોગ્ય કર્તવ્ય છે અને તે વિનાનું સઘળું હેય ત્યજવા Jain Education International
(૨૫).
For Private & Personal Use Only
www.jainelibrary.org