________________
ઉપર પહોંચવું સામાન્ય રીતે બધાને મુશ્કેલ જણાય છે. વળી ચઢતાં-ચઢતાં ઘણાને થાક પણ લાગી જાય છે. ઘણાં ચઢતાં-ચઢતાં થાક લાગે ત્યારે વારંવાર વિશ્રામ પણ કરે છે. પરંતુ શિખર ઉપરથી તળેટી તરફ આવવામાં વાર નથી લાગતી. ઢાળ હોવાથી ઝડપથી ઉતરી શકાય છે. આ ચિત્ર દ્વારા એમ કહી શકાય કે જીવનમાં પ્રગતિ કરવી, ઉન્નતિ કરવી, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું, સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવું, મોક્ષ મેળવવું એ બધી વાત પર્વત ચઢવા જેવી કઠણ છે. જ્યારે ગુણોની દૃષ્ટિએ આ જ ઉન્નતિને વિચારીએ ખાસ કરીને આત્મોન્નતિના સંદર્ભમાં વિચારીએ ત્યારે ક્ષમાના ગુણને ધારણ કરવું તે પર્વત ઉપર ચઢવા બરાબર છે, અને ક્રોધને આશ્રય આપવો તે પર્વત ઉપરથી ઉતરવા બરાબર છે.
એ જ રીતે ગુણરૂપી સોપાનો ચઢતાં-ચઢતાં પરમ વીતરાગનો આશ્રય કરવો તે પર્વતના શિખર તરફ જવા બરાબર છે. અને ક્રોધાદિ સોપાનો ઉતરતાંઉતરતાં અનેક અવગુણો, દોષો અને કષાયોનો આશ્રય કરવો તે તળેટીમાં જવા બરાબર છે. ગુણોનો આશ્રય કરવો તે ઉન્નતિની નિશાનીછે. અવગુણોનો આશ્રય કરવો તે પતનની નિશાની છે. અહીં એમ જણાવ્યું છે કે ૫૨માત્મા એ સમસ્ત ગુણોને આશ્રય આપ્યો છે.ત્રણેલોકના જીવોએ જેને આશ્રય ન આપ્યો અથવા જેમને આશ્રય આપવા માટે રુચિ પણ ન દર્શાવી તે સર્વગુણોને એકમાત્ર પરમાત્માએ આશ્રય સ્થાન આપ્યું તેથી સર્વગુણો એકમાત્ર પરમાત્મામાં રહેલા છે. તેમ કહેવામાં આવ્યું છે. આ પરમાત્મપદની યાત્રા-સર્વગુણોને પોતાનામાં આશ્રય આપવાની આ વાત કાંઈ સહેલી નથી. તે અત્યંત વિકટ અને દુષ્કર છે. એટલા માટે આત્મસાધનાના પંથે ચાલનારાં યાત્રિકો જ્યારે થાકીને વચ્ચે વિશ્રાંતિ લેવા લલચાય છે. તેમના માટે એક કવિએ કહ્યું છે કે ઃ
“ એ ક્યારેને કેવી રીતે પહોંચી શકશે નિજધામ સુધી, જે ચાર દિવસની યાત્રામાં લલચાય ઉતારા શોધે છે.’ ૫રમાત્મપદ પ્રાપ્તિનો માર્ગ કેવો કઠણ છે. કોણ તે માર્ગે જઈ શકે અને તે માર્ગે ચાલતાં કેવી તૈયારી કરવી પડે તેની વાત પણ એક પ્રાચીન કાવ્યમાં આ રીતે જણાવી છે :
“ હરિનો માર્ગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જોને, પ્રથમ પહેલું મસ્તક મૂકી વરતી લેવું નામ જોને.
,,
આ બંને કાવ્યપંક્તિઓ દ્વારા ઘણું-ઘણું કહેવાનુંછે. સંસાર છોડી મોક્ષના હેતુ માટે આ જીવે અનંતવાર ચારિત્ર્ય ગ્રહણ કર્યુંછે. અનંતી વાર નવમી ત્રૈવેયક સુધી જઈ આવ્યો તો પણ કેમ ઠેકાણું ન પડ્યું. એનો જવાબ “નમુથુણં સૂત્રમાં” આ રીતે આવે છેઃ-“ તિન્નારું તારયાણં’” પ્રભુ પોતે તર્યા અને બીજાને તાર્યા.
Jain Education International
www.jainelibrary.org
For Private & Personal Use Only (૧૧૬)