________________
જે રીતે રહેતા હોય છે. તે રીતે સંસાર સાગરમાં પણ મિથ્યાત્વ, અહંકાર આદિ મોટા મગરમચ્છો રહેછે. સંસાર સાગરમાં સંલ્પ અને વિકલ્પરૂપી મોજાં નિરંતર ઉછળે છે. આ દેહ તો એક વહાણ છે. તે વહાણને અનંતકાળથી સંકલ્પવિકલ્પોના પ્રચંડ મોજાં વડે હંમેશા તોડી નાખ્યું છે. દેહરૂપી વહાણને મિથ્યાત્વ અને અહંકારરૂપી મગરમચ્છો અને વ્હેલોએ હંમેશા ઉથલાવી માર્યું છે. વહાણમાં મુસાફર છે તો દેહમાં જીવ છે. અને આ જીવ સંસાર સમુદ્રમાં, ચારે ગતિમાં નાના-મોટાં વહાણરૂપે અનંતકાળથી દેહ ધરીને જન્મ-મરણનાં ભવભ્રમણમાં ફર્યા કરે છે. વહાણ જેમ મધદરિયે હોય અને નજર નાંખે ત્યાં ફક્ત પાણી જ દેખાય . કિનારાની કોઈ સંભાવના ના જણાય તે રીતે સંસાર સાગરમાં ભવ ભ્રમણ કરતાં જીવની અનંત વાર જન્મ-મરણ કરવા છતાં કિનારો હાથ લાગ્યો નથી અને તે રીતે તેના ભવનો અંત આવ્યો નથી.
દ્રવ્ય દૃષ્ટિ અને પર્યાય દૃષ્ટિ વિશે વિચારણા
જીવ જન્મે છે અને મરે છે. તેનું દેહરૂપી વહાણ કોઈ વખત તરાપા જેવું હોય છે, કોઈ વખત હોડી જેવું હોય છે તો કોઈ વખત વહાણ હોય છે. પણ એક વાત નિશ્ચિત છે કે નાશ અથવા મૃત્યુ દેહનું થાય છે. જીવન જે જે શરીર ધારણ કરે છે તે તે શરીરોને તેછોડેછે. આમ, શરીર ઉત્પન્ન થાય છે. અને તેનો વ્યય થાય છે. પરંતુ જીવ દ્રવ્ય ધ્રુવ છે, એકછે, અખંડ છે. જીવ ત્રિકાળી ધ્રુવ, દ્રવ્ય છે. તે અજર અમર છે. તેનો કદાપિ નાશ થતો નથી. જે અખંડ ધ્રુવ-દ્રવ્ય છે તે વિષે હવે તત્ત્વદૃષ્ટિએ થોડું વિચારીએ.
ઉપર જણાવ્યું તેમ આત્મા ત્રિકાળી ધ્રુવ-દ્રવ્ય છે. તે સર્વજ્ઞ છે. તે વીતરાગી છે. તે સર્વ કર્મથી રહિત પૂર્ણાનંદનો નાથ છે. તે અનંતગુણોવાળો અને અનંતશક્તિવાળો છે. તે શું છે અને કેવો છે તેની કલ્પના કે વિચારણા ઇન્દ્રિયો કે બુદ્ધિ દ્વારા થઈ શકે તેમ નથી. તેની સ્વાધીન દશા અને સ્વતંત્રતા ત્રિકાળી અબાધિત છે. તે જ્યાં સુધી જ્ઞાતા દૃષ્ટાપણે રહે ત્યાં સુધી તેની સ્વાધીનતા અકબંધ રહે છે. પોતાના ઉપયોગ અને પરિણામ અને ભાવ ઉપર તેની સ્વતંત્રતાની સ્થિરતાનો આધાર છે. આવા શુદ્ધ દ્રવ્યના ગુણોનો જેને પરિચય નથી. અને જે આત્માને પર્યાય સ્વરૂપે જુએ છે તે પર્યાય દૃષ્ટિવાળો જીવ શુદ્ધ આત્મતત્ત્વનો નિર્ણય કરી શકતો નથી. મ્યાન અને તલવાર જુદા છે. દૂધ અને પાણી એકમેક તરીકે સાથે હોવા છતાં દૂધ-દૂધ છે અને પાણી-પાણી છે. તે રીતે જ્યાં સુધી આ જીવે જે જે દેહને ધારણ કર્યો તે તે પ્રમાણેની દેહ-બુદ્ધિ અને મોહ કર્યોછે પરંતુ આત્મદૃષ્ટિ કરી નથી. બિલાડીના ભવમાં તેને ઉંદરથી વેર રહ્યુંછે અને મનુષ્યના
Jain Education International
www.jainelibrary.org
For Private & Personal Use Only
(૧૫૭)