________________
ભક્તામર શ્લોક ૪૦
अम्भोनिधौ क्षुभितभीषणनक्रचक्र पाठीनपीठभयदोल्वणवाडवाग्नौ ।
रंगत्तरङ्गशिखरस्थितयानपात्रा स्रासं विहाय भवतः स्मरणाद् व्रजन्ति ||४०||
ભાવાર્થ :
હે ભગવાન! ભયંકર મગરના સમૂહ પાઠીન અને પીઠ જાતિના મત્સ્યો અને ભયંકર દેદીપ્યમાન વડવાનળ સળગે છે, જેમાં આવા સમુદ્રમાં જેમના વહાણો ઉછળતા તરંગોના મોજાંઓના અગ્રભાગ ઉપર રહેલાં છે, એવા સાંયાત્રિક લોકો તમારું માત્ર સ્મરણ કરવાથી જ ભયરહિત થઈ નિર્વિઘ્નપણે ઇચ્છિત સ્થાને પહોંચે છે.
તમારું સ્મરણ કરે તો નિર્વિઘ્ને પાર પહોંચે છે. ॥ ૪૦
ગમે તેવા તોફાનો ભક્તને મંઝિલે પહોંચતા રોકી નથી શકતા.
શ્રી ભક્તામર સ્ત્રોતના ચાલીસમા શ્લોકમાં એમ જણાવાયુંછે કે સમુદ્રની અંદર વહાણો લઈને લોકો નીકળ્યા હોય ત્યારે તેમાં દરિયાઈ મુસાફરીમાં ઘણીવાર જુદા-જુદા પ્રકારની અનેક મુસીબતો આવે છે. દરિયામાં આખા વહાણને ઉથલાવી નાંખે તેવા મગરમચ્છો અને મહાકાય વ્હેલ જેવી માછલીઓ રહેછે. જેવી રીતે જંગલમાં લાગેલી આગ જંગલને ભસ્મીભૂત કરે છે તેવી રીતે દરિયામાં પણ જો વડવાનળ સળગી ઊઠે તો ભારે વિનાશ સર્જે છે. વળી, દરિયામાં જ્યારે દરિયાઈ તોફાન જાગે ત્યારે પાણીનાં મોજા ડુંગરની જેમ ઊંચી ઊંચી ઊંચાઈએ ઉછળતા હોય છે. અને આ મોજાનાં અપ્રતિમ પ્રહારો વહાણને તોડી નાંખે તેવા હોય છે. તેમાં રહેલા મુસાફરોનો જાન જોખમમાં હોય છે. આવી મહાવિપત્તિના સમયે પણ જેઓ પ્રભુનું સ્મરણ કરે છે. તેઓ આ મુસીબતમાંથી ઉગરી જાય છે અને નિર્વિઘ્ને પોતાના ઇચ્છિત સ્થાને પહોંચે છે.
જીવનો સંસાર સાગર સમાન છે.
આ શ્લોક પણ એક અનોખા રહસ્યને ખુલ્લું કરે છે. આ સંસાર એક સાગર જેવોછે. સાગરમાં વહાણનો વિનાશ કરનારા વિવિધ પ્રકારનાં પ્રાણીઓ
Jain Education International
www.jainelibrary.org
For Private & Personal Use Only
(૧૫૬)