________________
ભવમાં તે જ રીતે તેને મનુષ્ય અને જુદા-જુદા પ્રાણીઓ સાથે વેર રહ્યું છે. જીવ જે જે ઇચ્છા કરે છે તે તે ઇચ્છાની પૂર્તિ માટે પ્રયત્ન કરે છે અને તે રીતે કર્મબંધ અને તેની હારમાળા રચાતી જાય છે. તલવારથી કાકડી કાપવાના જેવું સમર્થ ત્રણલોકના નાથ ભગવાન આત્મા પાસે તેણે નાની નાની ઇચ્છાઓ પ્રગટ કરી તેની પૂર્તિ માટે તેને ત્રિલોકાધીશપદેથી જાતે પદભ્રષ્ટ કરી અનંતકાળથી ચારે ગતિમાં રખડતો કરી મૂક્યો છે. અનાદિકાળથી ચાલ્યું આવતું જગતનું આ મોટામાં મોટું આશ્ચર્ય છે!
પરમશાંતિનો ઉપાય
આવી રીતે અનંતી ઇચ્છાઓ દ્વારા તેની પરિતૃપ્તિના અવળા પુરુષાર્થ દ્વારા જીવ ભવભ્રમણ પામ્યોછે. કોઈ એમ પૂછે કે આ ઇચ્છાઓને કેવી રીતે દૂર કરવી અથવા ઇચ્છારહિત થઈ શકાય ખરું ? કોઈ પણ વ્યક્તિ શંખેશ્વર, પાલીતાણા કે પોતાની મનગમતી જગાએ જ્યારે જાય છે ત્યારે ત્યાં તે કેટલી બધી શાંતિ અને નિરાંતનો અનુભવ કરે છે! આ શાંતિ જ તે વાતનો પુરાવો છે કે જ્યાંથી તમે આવ્યા છો તે જગ્યાએ ઇચ્છાઓ, ચિંતાઓ અને સંઘર્ષના દબાણ નીચે જીવો છો. જો એક નાનકડી યાત્રા પણ આટલી શાંતિ આપી શકતી હોય તો અને એ શાંતિ તમે ધારો ત્યારે પ્રાપ્ત કરી શકતા હો તો સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા, પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવને સર્વકામના અને ઇચ્છાઓ રહિત થઈ,સર્વ કર્મનો ક્ષય કરી, પોતાનામાં રહેલી પૂર્ણ વીતરાગતા, સર્વજ્ઞતા અને કેવળજ્ઞાનને પ્રગટ કરી શકે કે નહીં ? પ્રગટ કરી જ શકે અને તે તેમણે પ્રગટ કરીને બતાવ્યું છે. તેથી જેઓ ટૂંકી જીંદગીની ગુંચવણભરી જંજાળથી કંટાળ્યા હોય, જેમને પરમશાંતિ જોઈતી હોય; જે પોતાની ઇચ્છાઓ અને કામનાઓનો સાપ કાંચળી ઉતારે તેમ ત્યાગ કરવા તૈયાર થયા હોય અને તે રીતે જેના હૈયામાં શ્રી તીર્થંકરપ્રભુનું નામસ્મરણ હોય તેને સંસારનો કામ કે ક્રોધરૂપી વડવાનલ સળગાવી શકતો નથી. તેને મિથ્યાત્વ કે અહંકારરૂપી મગરમચ્છ ઉથલાવી નથી શકતો. તેને સંકલ્પ કે વિકલ્પરૂપી મોજાં તોડી-ફોડીને છિન્ન-ભિન્ન કરી શકતા નથી. એવો પ્રભુ સ્મરણનો અજબ મહિમાછે તેમ આ ગાથામાં આચાર્ય ભગવંતે જણાવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only (૧૫૮)
www.jainelibrary.org