________________
ભક્તામર શ્લોક ૪૧
उद्भूतभीषणजलोदरभारभुग्नाः, शोच्यां दशामुपगताश्च्युतजीविताशाः । त्वत्यादपंकजरजोऽमृतदिग्ध - देहा, मर्त्या भवन्ति मकरध्वजतुल्यरूपाः || ४१ ||
ભાવાર્થ :
જેઓ ભયંકર જલોદર રોગ ઉત્પન્ન થવાથી વાંકા વળી ગયેલા શોક કરવા લાયક-દયા ખાવા જેવી દશાને પામેલા હોય અને જેમણે જીવનની આશા છોડી દીધી હોય એવા મનુષ્યો પણ તમારા ચરણકમળની રજરૂપી અમૃતને પોતાના શરીર પર ચોપડવાથી કામદેવના જેવા સ્વરૂપવાળા થાય છે. ૪૧॥ શ્રી ભક્તામર સ્તોત્રના એકતાલીશમા શ્લોકમાં એમ જણાવવામાં આવ્યું છે કે ભયંકર જલોદર ાગ ઉત્પન્ન થવાથી આવા રોગનો ઉપચાર કરવા છતાં તે અસાધ્ય થઈ ચૂક્યો હોય અને તેનાં કારણે રોગીનું શરીર દયાજનક સ્થિતિને પામ્યું હોય અને આવા દર્દીએ જ્યારે જીવનની આશા છોડી દીધી હોય ત્યારે તેવી વિચિત્ર સ્થિતિમાં પણ જો પ્રભુનાં ચરણકમળની રજને અર્થાત્ રજરૂપી અમૃતને પોતાના શરીર ઉપર ચોપડવામાં આવે તો રોગીનો રોગ સંપૂર્ણ નિર્મૂળ થાય છે અને તેનું શરીર કામદેવ જેવું સ્વરૂપવાન થાય છે. પુનઃરુક્તિ કરીને પણ એમ ફરીથી કહેવું પડશે કે અગાઉના શ્લોકોની જેમ અહીં પણ ઘણું અર્થગંભીર રહસ્ય અને બોધ રહેલા છે.
રોગની જનેતા કોણ ? તન કે મન.
આયુર્વેદમાં એમ કહેવામાં આવે છે કે બધાજ રોગનું મૂળ પેટમાં રહેલું છે. તેવી લોકોક્તિ પણ છે કે ‘પેટ સાફ તો રોગ માફ.' આમ, પેટમાં ઊભી થતી કોઈપણ અશુદ્ધિ કે કચરો પેટના વ્યવસ્થિત તંત્રને અસ્તવ્યસ્ત કરી વિચિત્ર અને અસાધ્ય રોગને પણ જન્મ આપે છે. અહીં જલોદરનો નિર્દેશ કર્યો છે. આ જ રીતે શિરોશીસ ઓફ લીવર અને લીવર કેન્સર જેવાં અસાધ્ય રોગો પણ પેટમાંથી થાય છે. અને તેમાં પણ લીવરનું કેન્સર થાય ત્યારે તે એટલું બધું છેતરામણું હોય છે કે ઘણું કરીને તે ત્રીજા કે ચોથા તબક્કામાં પહોંચે ત્યારે પકડાય છે. અને તે વખતે રોગીના બચવાની આશા નહિવત્ હોય છે. તબીબી વિજ્ઞાન પેટને રોગની જનેતા ગણે છે તો મનોવિજ્ઞાન મનને રોગની જનેતા ગણે છે. અને
For (૧૫૯)rsonal Use Only
Jain Education International
www.jainelibrary.org