________________
લોકના અદ્વિતીય અલંકાર સમાન હોય તેમાં આશ્ચર્ય શું છે? સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા ઋષભ જિનેશ્વર ત્રણે લોકમાં અનુપમ આભૂષણ છે. તે એક સનાતન સત્ય છે.
જીવ શા માટે અશાંત રસના પરમાણુથી ઘેરાયો છે?
આ શ્લોકમાં પ્રભુના શરીરને શાંત રસની કાંતિવાળા પરમાણુ વડે બનેલ છે, તેમ જણાવાયું છે. પરમાત્માની આ પ્રકારે જે સ્તુતિ થઈ છે તે અર્થ ગંભીર છે, તેને જરા વિગતથી સમજીએ. સમસ્ત લોક અને સર્વે જીવો શાંતિની શોધમાં છે. શાંત રસને ઝંખે છે. ચારે ગતિના જીવો આ રીતે સાચા સુખની શોધમાં છે. સાચા સુખ અને શાંતિની શોધમાં ભટકતા જીવો શા માટે અનાદિથી આજ સુધી ભટકી રહ્યા છે? શા માટે શાંત રસના પરમાણુ બધા પરમાત્મા તરફ ખેંચાયા અને તેથી તેની કાંતિવાળું પરમાત્માનું શરીર બન્યું? આ પ્રશ્નનો ઉત્તર જીવની પાસે માહિતીમાં તો કંઈ કેટલાય જન્મોથી પડ્યો છે, પરંતુ ક્યાં સાચું સમજવાની તૈયારી નથી અને સાચું સમજે તો તે સમજણને જીવનમાં ચરિતાર્થ કરવાનો તેનો પુરુષાર્થ નથી. એટલું જ નહિ પણ પુરુષાર્થની નબળાઈ સાથે પ્રમાદ પણ કામ કરે છે અને અહંકારવાળું ચિત્ત ભૂલાવામાં નાખી ભવ ભ્રમણ કરાવે છે. સરળતાથી આ વાત સમજવા માટે એમ કહી શકાય કે જો કોઈને ધન કમાવું હોય તો વેપાર કરવો પડે. વેપારમાં મૂડી રોકાણ કરવું પડે અને આ મૂડી રોકાણમાં જેમ ટર્નઓવર વધતું જાય તેમ નફો પણ વધતો જાય અને વ્યક્તિ એ રીતે ધનવાન થઈ શકે. જો ધનની પ્રાપ્તિ માટે ધનનું રોકાણ કરવું પડે અને ધનનું ટર્નઓવર કરવું પડે, નહીં તો ધન કમાવાય કેવી રીતે! તેમ સાચા સુખની પ્રાપ્તિ માટે, પોતે સાચા સુખનું રોકાણ કરવું પડે, સાચા સુખનું ટર્નઓવર કરવું પડે અને તોજ સાચું સુખ નિરંતર વધતું રહે. પરંતુ સામાન્ય જીવોની માન્યતા એવી છે કે, મારા સુખની પ્રાપ્તિ માટે તેના જતન માટે અને તેની વૃદ્ધિ માટે હંમેશા બીજાઓએ જ કંઈક કરવું જોઈએ. જીવ પોતાના અધિકાર માટે સંપૂર્ણ જાગ્રત છે અને પોતાની ફરજ બાબતોમાં સંપૂર્ણ પ્રમાદી છે, આવો જીવ પોતે કેટલો બધો નિષ્ઠાવાન અને ફરજ પરસ્ત છે તેની વાત જીવનભર સીને કહ્યા કરે છે અને તે જ ભ્રાંતિમાં જીવન પૂરું કરે છે. પરમાત્માના શાંતરસના પરમાણુઓના બનેલા
શરીરનું રહસ્ય આ શ્લોકમાં પરમાત્માનું શરીર શાંત રસના પરમાણુઓથી બનેલું છે
Jain Education International
For Private
Personal Use Only
www.jainelibrary.org