________________
અને શાંત રસની કાંતિવાળુ શરીર અનુપમ અને અદ્વિતીય છે તેમ જણાવ્યું છે, તેનું રહસ્ય જ એ છે કે આત્માથી પરમાત્મા સુધીની યાત્રા પૂરી કરનાર સર્વજ્ઞ વીતરાગ તીર્થંકર પ્રભુને ત્રણે લોકના સમસ્ત જીવો ઉપર એક સરખો પ્રેમ છે. એક સરખી કરુણા છે. એક સરખી દિવ્ય દૃષ્ટિ છે. પોતે જે પરમશાંત રસની અવસ્થાએ પહોંચ્યા છે, તે શાંત રસની સુધા સર્વ જીવો તરફ વહાવી છે. આ બધુ કંઈ એક બે દિવસમાં કે થોડા વર્ષોમાં, કે થોડા જન્મોમાં બન્યું નથી. ત્રણે કાળની અંદર જે અરિહંત પદને પામે છે કે સિદ્ધ પદને પામે છે તે પણ આપણી જેમ જ ભવભ્રમણ કરતાં કરતાં પોતાની ઊંધી સમજણ અને મિથ્યાત્વને છોડી સમ્યકત્વને પામીને પરમાત્મ દશાએ પહોંચ્યા છે. જીવને પરમાત્મા ગમે, પરમાત્માના ગુણો ગમે, શાંત રસની કાંતિથી બનેલું અનુપમ અને અદ્વિતીય પ્રભુનું શરીર ગમે તો પ્રભુ તરફ પ્રીતિ ન જાગે તેમ બને જ કઈ રીતે? જેને જે વસ્તુ ગમતી હોય તેને તેમાં રુચિ અને પ્રીતિ થાય જ. તે તરફ ભક્તિ અને સમર્પણ અવશ્ય થાય. તેનો મહિમા પણ તેના રોમેરોમમાં વ્યાપે. તેથી આ બ્લોકમાં આગળ એમ જણાવે છે કે હે પ્રભુ! શાંત રસની કાંતિવાળા જે પરમાણુ વડે તમારું શરીર બન્યું છે તે પરમાણુ પૃથ્વી ઉપર એટલાજ છે એમ જણાય છે, તીર્થંકર પરમાત્માનું શરીર કેવળ જ્ઞાન થયા પછી પરમ દારિક બની જાય છે. તીર્થકર નામ કર્મ દ્વારા જે શરીર રચના થાય છે તે પરમાણુની સંખ્યા પણ તેટલી જ હોય છે. ભરતક્ષેત્રમાં એક કાળે એક તીર્થકર હોય છે. કેમકે આ જગતમાં તમારા જેવું બીજા કોઈનું રૂપ દેખાતું નથી. જો તેવા પરમાણુઓ બીજા હોત તો તમારા જેવું બીજું રૂપ જોવા મળવાની સંભાવના હતી. ટૂંકમાં બીજા કોઈનું એવું રૂપ નથી અને ત્રણે લોકમાં આપ અનુપમ અને અદ્વિતીય છો.
આ શ્લોકમાં પરમાત્માના શરીર વર્ણનની કાંતિનો આધાર શાંત રસના પરમાણુઓને ગણાવ્યો છે એટલે વાસ્તવિક રીતે તો આત્મરૂચિવન જીવે તેમજ સમજવાનું છે કે પરમાત્મપદની પ્રાપ્તિ સાથે પરમ શાંત રસની ઉપલબ્ધી સહજ પણે આપો આપ જ હોય છે, અને તે પરમશાંત રસ આત્માના પ્રદેશ પ્રદેશ વ્યાપેલો હોવાથી પરમાત્માના શરીરની કાંતિને પણ ત્રણે લોકમાં અનુપમ અને અદ્વિતીય બનાવી છે. તેમ આ સ્તોત્રના રચયિતા આચાર્ય ભગવંત માનતુંગસૂરીશ્વરજી જણાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
(૬૯)