________________
ભક્તામર શ્લોક ૧૩
वक्त्रं क्व ते सुरनरोरंग - नेत्रहारि, निःशेष निर्जित जगत्त्रि तयोपमानम् ? बिम्बं कलडकमलिनं कव निशाकरस्य ?
यद्वासरे भवति पाण्डुपला शकल्पम् || १३ |
ભાવાર્થ :
દેવ મનુષ્ય અને નાગકુમારના નેત્રને હરણ કરનારું તથા ત્રણે જગતની સમગ્ર ઉપમાને જીતનારું તમારું મુખ ક્યાં? અને કર્મ કલંકથી મલિન થયેલ ચંદ્રનું બિંબ ક્યાં? કે જે ચંદ્ર બિંબ દિવસે ફીક્કા ખાખરાના પાંદડા જેવું થાય છે. અર્થાત્ તમારા મુખને ચંદ્રની ઉપમા આપીએ તે બરાબર નથી. II ૧૩ II
શા માટે પરમાત્માના મુખની શોભા અલૌકિક છે?
ભક્તામર સ્તોત્રના તેરમા શ્લોકમાં પ્રભુના અનુપમ મુખનું વર્ણન કરવામાં આવે છે. બારમા શ્લોકમાં પ્રભુના શરીરને શાંત રસની કાંતિવાળા પરમાણુ વડે બનેલું હોય તેમ જણાવ્યું હતું. આ શ્લોકમાં પ્રભુના મુખારવિન્દને દેવ, મનુષ્ય અને નાગકુમારના નેત્રને હરણ કરનારું હોય તેમ જણાવ્યું છે. આશય એ છે કે અનિર્વચનીય આત્મતેજની આભાથી પ્રભુનું અલૌકીક મુખ દેવો, મનુષ્યો અને નાગકુમા૨ના નેત્રને હરનાર છે. તેઓના ચિત્તને અતિશય પ્રસન્ન કરનાર છે. કવિના આ પંક્તિ પાછળના આશયને સમજવા જતાં પ્રથમ દૃષ્ટિએ જ એ સ્પષ્ટ થઈ જાય છે કે પરમાત્માના મુખની કાંતિ અવર્ણનીય છે ત્રણેય લોકમાં તે સર્વોત્તમ અને અદ્વિતીય છે. આમ શા માટે? તેનું રહસ્ય શું સમજવું? તે વિશે વિચારતાં બે વાત વિશેષ ધ્યાન ખેંચે છે. પહેલું એમ જણાવાયું છે કે પ્રભુનું મુખ નેત્ર હરનાર છે. નેત્રોને પ્રસન્ન કરનાર છે. દેવો, મનુષ્યો અને નાગકુમારો પ્રભુના બાહ્યરૂપથી આકર્ષાયા નથી. બાહ્ય રૂપ જ જો આકર્ષણનું કારણ હોત તો વૈક્રીઈક રૂપ ધારણ કરી પરમાત્માના મુખ જેવી પોતાના મુખની રચના કરી દેવો પોતેજ મનુષ્યો અને નાગકુમા૨ોના ચિત્તનું હરણ ના કરી શકત? અહીં તો જગતના સર્વે જીવો પરમાત્માના મુખની કાંતિથી પ્રભાવિત થયેલા જણાયા છે. આ અનુપમ દિવ્ય કાંતિનું રહસ્ય એ છે કે પરમાત્મા ભવભ્રમણનો અંત લાવી જે પરમાત્મ પદને પામ્યા છે તે પરમાત્મ પદવાળા આત્માના પ્રદેશે પ્રદેશે
Jain Education International
For Private & Personal Use Only
(૭૦)
www.jainelibrary.org