________________
અને આવાં સર્વોત્કૃષ્ટ સિંહાસનની પોતાની શોભા પરમાત્મા તેના પર બિરાજમાન હોવાથી અનેકગણી વધી છે. પરમાત્માનું ઔદારિક શરીર સિંહાસનથી હંમેશા ચાર આંગળ ઊંચું બિરાજમાન હોય છે. આમ અહીં ખૂબી તો એ છે કે પરમાત્માનું દારિક શરીર એટલું બધું તેજસ્વી અને પ્રકાશમાન છે. ક્યારેક તો એમ લાગે છે કે પરમાત્માના શરીર પાસે સિંહાસન સ્વયે ફીકું જણાય છે.સમવસરણમાં સિંહાસન પર જ્યારે પરમાત્મા બિરાજે છે ત્યારે ચારેગતિના જીવો પ્રભુની દેશના સાંભળવા પધારેલા હોય છે. સાપ અને નોળિયો, ઉંદર અને બિલાડી, વાઘ અને બકરી અને મત્સ્યગલાગલના ન્યાયવાળા વેરવૃત્તિવાળા એકમેકથી ચઢિયાતા શક્તિમાન ચારેગતિના જીવો પ્રભુની દેશના શાંતિથી સાંભળે છે.
પ્રભુની દેશના જીવો કેવી રીતે સમજી શકે છે?
ઉપર જે વાત કહી તેના અનુસંધાનમાં કોઈને એમ પ્રશ્ન થાય કે આવાં વિવિધ પ્રકારનાં પ્રાણીઓ, પશુઓ, પંખીઓ, મનુષ્યો, નાગકુમારો, દેવો આ બધા પ્રભુની દેશના કેવી રીતે સાંભળી શકતા હશે? તેમના ૐના દિવ્યધ્વનિને કેવી રીતે ઝીલી શકતા હશે? તો એનો ઉત્તર એ છે કે સૂર્યના કિરણો જેના ઉપર પડે તે સર્વ પદાર્થ પ્રકાશિત થતા હોય છે. વળી સૂર્યના કિરણો જે જે પદાર્થને પ્રકાશિત કરે છે. તે તે પદાર્થને પ્રકાશિત કરતી વખતે સૂર્યના પોતાનામાં કોઈ સ્વાર્થબુદ્ધિ હોતી નથી. સૂર્યના પ્રકાશના કિરણો એવું વિચારતા નથી કે મારા પ્રકાશના કારણે દુરાચારી વધારે દુરાચારી બનશે, પાપી વધારે પાપી બનશે, હિંસક વધારે હિંસક બનશે. સૂર્યનો સ્વભાવ કેવળ પ્રકાશવાનો છે. અને તેનો પ્રકાશ જ્યાં પડે તે સર્વ પદાર્થો પ્રકાશિત થતા હોય છે. આ દૃષ્ટાંત પણ સાચી સમજ રજૂ કરવા માટે કંઈક અંશે અધૂરું છે. કેમકે સૂર્યનો પ્રકાશ જડ અને ચેતન પદાર્થો ઉપર પડે છે. પરંતુ અહીં તો સમવસરણમાં બિરાજમાન ચારેગતિના જીવો અને પરમાત્મા પોતે પરમ ચૈતન્યથી યુક્ત છે. ચારેગતિના જીવોનું પરમ ચૈતન્ય સત્તામાં અપ્રગટ રહેલું છે. જ્યારે સર્વજ્ઞ વીતરાગ પરમાત્માનું પરમચૈતન્ય કેવળજ્ઞાન સાથે પૂર્ણ પણે પ્રકાશિત છે. તેમનો કેવળજ્ઞાનરૂપી સૂર્ય, કરોડો સૂર્ય કરતાં વધુ તેજસ્વી છે અને છતાં તેમના તેજમાં ચંદ્રના જેવી શીતળતા રહેલી છે. દરેક જીવ અને પરમાત્મા ચૈતન્ય સ્વરૂપ હોવાથી પરમાત્માના પ્રગટ તેજ પ્રકાશના કિરણોને દરેક જીવની ચૈતન્યસત્તા આનંદપૂર્વક આવકારે છે.પ્રેમથી સ્વીકારે છે. સમવસરણમાં દરેક જીવને અપૂર્વ શાંતિ અને આનંદનું વદન થાય છે. અને એ વાત સ્પષ્ટપણે સમજી લેવા જેવી છે કે આત્માને કોઈ ભાષા નથી, આત્માની કોઈ યોનિ નથી, દરેક જીવનું સત્તામાં રહેલું આત્મતત્ત્વ, પ્રગટ
For Privf q 2X]onal Use Only
Jain Education International
www.jainelibrary.org