________________
તેમની ઝંખના પણ છે.
ઉત્પાદ - વ્યય - ધ્રુવની ત્રિપદીનું સ્વરૂપ
આ શ્લોકના અંતિમ ચરણમાં કવિ એમ કહે છે કે હે જિનેશ્વર, ભવરૂપી સમુદ્રનું શોષણ કરનાર એવા આપને નમસ્કાર હો,નમસ્કાર હો. જિનેશ્વર ભગવાને પોતે જે પરમોચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરી તેના કારણે તેમના માટે ઉત્પાદ, વ્યય અને ધ્રુવની ત્રિપદીમાંથી ઉત્પાદ અને વ્યયનો અંત આવ્યો. જ્યાં સુધી જીવ સર્વ કર્મથી રહિત થતો નથી; ત્યાં સુધી જીવ ભવભ્રમણ કર્યા કરે છે. નવાનવા જન્મ ધારણ કરે છે. તેથી ઉત્પાદ દ્વારા નવા-નવા જન્મ સ્વરૂપે ઉત્પન્ન થવું એમ સૂચવાયું છે. જ્યાં સુધી કર્મબંધન ચાલુ રહે, આશ્રવ ચાલુ રહે ત્યાં સુધી જીવ ચારે ગતિમાં ભ્રમણ કરે છે અને તેનાં જન્મ મરણ નિરંતર ચાલ્યા કરે છે. અર્થાત ઉત્પન્ન થયેલા જીવનો મરણ થતા તેના તે ભવનો વ્યય થાય છે. તેથી આ આત્મતત્ત્વ જે નિરંતર ધ્રુવ અને અવિચલ છે તે ધ્રુવ હોવા છતાં જન્મ અને મરણના કારણે ઉત્પન્ન અને વ્યય થતું જણાય છે, જન્મતું અને નાશ પામતું જણાય છે, જન્મે છે અને મરણ પામે છે. અનંતકાળથી અનંતભવના ભ્રમણ થતા હોવાથી આ ભવસાગરમાં જીવો જન્મે છે અને મૃત્યુ પામે છે, તેને પાર કરી શક્તાં નથી. આવા અસંખ્યતા ભવરૂપી સાગરને અને તેના ઊંડાણને કોણ પામી શકે. પૃથ્વી ઉપર પ્રકાશતાં સૂરજ જેવો સૂરજ પણ અસહ્ય ગરમી ફેંકવા છતાં પૃથ્વી ઉપરના સમુદ્રના જળનું શોષણ કરી શકતો નથી. પરંતુ પરમાત્માએ ભવરૂપી સમુદ્રનું કેવળજ્ઞાનરૂપી આત્મસૂર્ય દ્વારા સંપૂર્ણ શોષણ કર્યું છે. ભવરૂપી સમુદ્રમાં ભટકાવનાર પર્યાયરૂપી જળનું એક બિંદુ પણ બચી શક્યું નથી. સર્વ ભવનો અભાવ કરીને, જન્મ-મરણનો અંત લાવીને, ઉત્પાત અને વ્યયનો વિનાશ કરીને પરમાત્મા કેવળજ્ઞાનરૂપી આભૂષણ વડે આ પૃથ્વી પર શોભે છે. ત્રણે લોકના જીવો માટે તે પરમેશ્વર છે. પરમાત્માની જે ભક્તિ કરે છે. પરમાત્માનો જે આશ્રય કરે છે. પરમાત્માને જે સમર્પિત થાય છે. પરમાત્માના દિવ્યગુણોનું અહર્નિશ ચિંતવન કરી તેને આત્મસાત કરવાનો જે જે જીવોએ પુરુષાર્થ ઉપાડ્યો હતો. વર્તમાનમાં જે જે જીવો તેવો પુરુષાર્થ ઉપાડશે. તેમના માટે તે તેમની સર્વપીડા હરનાર અને ભવરૂપી સમુદ્રનું શોષણ કરનાર નિમિત્તરૂપ હોવાથી આચાર્ય ભગવંત શ્રી માનતુંગસૂરીશ્વરજીએ શ્લોકમાં આદિશ્વરદાદાને વિવિધ પ્રકારે વારંવાર નમસ્કાર કર્યા છે.
Jain Education International
For Priva(298) nal Use Only
www.jainelibrary.org