________________
ભેટ આપ્યો.
આ લક્ષ્મીકાન્ત શેઠ એક વખત વેપાર અર્થે ઘણા માણસોને લઈ પરદેશ ગયા. ત્યાં તેઓ ઘણું ધન કમાયા. નવો માલ પણ ખરીદ્યો. અને તેઓ સ્વદેશ પાછા ફરી રહ્યા હતા ત્યારે એક જંગલમાં અડધે રસ્તે સાંજ પડી ગઈ. આ જંગલ તેના લૂંટારાઓ માટે જાણીતું હતું. શેઠે ધીરજપૂર્વક વિચાર કરી ભક્તામર સ્તોત્રનો ૧૯માં શ્લોકનો પાઠ કરી દેવે આપેલા ચંદ્રકાન્તમણિને હવામાં ઉછાળ્યો. આ મણિ ચમત્કારિક અને મહાતેજસ્વી હતો. હવામાં અદ્ધર રહેલા ચંદ્રકાન્તમણિએ ચંદ્ર જેવો શીતળ અને ધવલ પ્રકાશ ચોમેર લાવી દીધો. એ આકાશમાં રહી મણિ શેઠના માણસો સાથે ચાલવા લાગ્યો. આમ, ચાંદની જેવા મણિના તેજમાં જંગલનો રસ્તો નિર્વિને કપાઈ ગયો. હવે શેઠે ફરી શ્રી ભક્તામર સ્તોત્રના ૧૯મા શ્લોકની આરાધના કરી તે ચંદ્રકાન્ત મણિને પોતાની પાસે મેળવી લીધો અને હેમખેમ તેઓ પોતાને વતન આવ્યા. ( વિશાળા નગરીના લોકો અને રાજાએ જ્યારે આ ચમત્કારિક મણિ અને શ્રી ભક્તામર સ્તોત્રની આરાધનાનો પ્રભાવ જાણ્યો ત્યારે સહુનું માન જૈનધર્મ તરફ વધ્યું અને ઘણા લોકો આ સ્તોત્રની આરાધના કરવા લાગ્યા.
સંસારની મુશ્કેલીઓ અને આફતોમાં પણ જે સમતાને ધારણ કરે છે અને જેની ધર્મશ્રદ્ધા અડગ રહે છે તે ધર્મપરાયણ જીવ મોક્ષ માર્ગના સાચા અધિકારી છે.
શ્લોક નં. ૨૦ ની વાર્તા
રાજાની સંતાન ચિંતા ટળી. નાગપુર નામે એ સુંદર મજાનું રળીયામણું નગર હતું. ત્યાં મહિપતસિંહ નામે પ્રજાપ્રેમી રાજા રાજ્ય કરતા હતા. નગરજનો પણ સુખી હતા. આમ, રાજ્યમાં બધી વાતે શાંતિ હતી.
- એક વખતની વાત છે. રાજા રાજ્યસભામાં બિરાજમાન હતા. સભામાં પંડિતો, વિદ્વાનો, જ્યોતિષીઓ, સેનાધિપતિ અને મહામંત્રી પણ હાજર હતા. તે વખતે રાજાના ચહેરા ઉપર ઉદાસીની એક લકીર ફરકી ગઈ. ચકોર પ્રધાનમંત્રીથી આ વાત છાની ના રહી. તેણે વિનયપૂર્વક રાજાને તે વિશે પૂછ્યું; ત્યારે રાજાએ કહ્યું કે “મારી વૃદ્ધાવસ્થા નજીક છે અને અમારે ત્યાં સંતાન જન્મનો સમય નજીક આવે છે. તે સંતાન પુત્ર હશે કે પુત્રી તે જાણવાની મને ઇચ્છા છે. જો પુત્રી જન્મે તો રાજ્યનો વારસદાર કોણ થાય તેની મને ચિંતા થઈ જે તમે પકડી પાડી.”
Jain Education International
For Privac?)onal Use Only
www.jainelibrary.org