________________
ગરીબમાંથી તવંગર બનેલા તેમણે દયાદાનના કાર્ય કર્યા અને રોડપતિમાંથી કરોડપતિ બનેલા તેમણે જીવનપર્યત શ્રીભક્તામર સ્તોત્રની આરાધના કરી,
શ્લોક નં. ૫-૬-૭ ની વાર્તા હાથના કર્યા હૈયે વાગ્યાં!
સત્યનો જય : આ કથા પટણા શહેરની છે. ત્યાં ધનાવહ નામે એક અત્યંત ધર્મિષ્ઠ જૈન શ્રાવક થઈ ગયા. તે ઘણા ભદ્રિક જીવ હતા. તેમણે ઘણી સાધર્મી ભક્તિ કરી હતી. એક સુંદર દેરાસર પણ તેમણે બંધાવ્યું હતું. શેઠ પોતે ત્યાં નિયમિત હંમેશા સેવા-પૂજા કરતા હતા. અને દેરાસરમાં ભક્તામર સ્તોત્રના પાઠ સાથે ૫-૬-૭માં શ્લોકની વિશિષ્ટ આરાધના પણ કરતા હતા. તેમની ધર્મ શ્રદ્ધા અવિચળ હતી. અને દાનાદિક માટે તેઓ જાણીતા હતા.
એક સમયની વાત છે. પટણામાં ધૂલીપાત નામે એક વેષધારી સાધુ આવ્યો. તે પોતે તાંત્રિક અને કામણ ટ્રમણનો જાણકાર હોવાથી નાનાં-નાનાં ચમત્કારો દ્વારા લોકોને ઝડપભેર આકર્ષવા લાગ્યો.. અને પોતાની જાતને મહાન માનવા લાગ્યો. એક દિવસ કોઈએ કાનભંભેરણી કરી કે જૈનધર્મી ધનાવહ શેઠ આવા ચમત્કારોમાં માનતા નથી. તેથી પરચો બતાવા માટે તેણે પોતાની વિદ્યાના સહારે શેઠના મકાન ઉપર ધૂળ-કાંકરા અને માટીના ઢેફાંનો વરસાદ વરસાવ્યો. અચાનક આવી પડેલી આ આપત્તિથી જરાપણ વિચલિત થયા વિના ધનાવહ શેઠે શ્રીભક્તામર સ્તોત્રના ૫-૬-૭ શ્લોકનું વિધિવત આરાધન કરતાં ટૂંક સમયમાં જ શાસનદેવી તેમની વહારે આવ્યા. ભક્તની પીડા હરી. અને સઘળી વિપત્તિ ધૂલીપાતના ત્યાં પાછી મોકલી દીધી.
હવે તો ધૂલીપાતને હાથના કર્યા હૈયે વાગ્યાં. તેણે ઘણાં કામણટ્રમણ અને મંત્રની આરાધના કરવા છતાં તેની વિપત્તિ ઉત્તરોત્તર વધતી ગઈ ત્યારે હારી-થાકીને શાસનદેવીની માફી માંગી તેમનું શરણ સ્વીકારી ફરી કોઈને આવી રીતે હેરાન નહીં કરવાનું વચન આપ્યું. ત્યારે દેવીએ તેને માફ બક્ષી. ધૂલીપાત પટણામાં હંસીપાત્ર બન્યો તેને નગર છોડવું પડ્યું.
શ્રી ભક્તામર સ્તોત્રનો મહિમા અચિંત્ય છે. જેને જેવી શ્રદ્ધા હોય તેને તેવું ઉત્તમ ફળ મળે છે. આ સ્તોત્રનું આરાધન ભૌતિક વિપત્તિ દૂર કરે છે. અને આત્માર્થી સાધકના કર્મ ક્ષયમાં સહાયક થઈ મુક્તિપંથે લઈ જાય છે.
Jain Education International
www.jainelibrary.org
For Private & Personal Use Only
(૧૦૩).