________________
શ્લોક નં. ૮-૯ ની વાર્તા આફ્ત ટાળી ઐશ્વર્ય આપે.
વસંતપુર નામે નગરમાં કેશવદત્ત નામે એક દરિદ્ર શ્રાવક રહેતો હતો. તે શહેરમાં રહેતા બીજા ધનવાનોને જોઈ પોતાની દરિદ્રતાનું તેને ઘણું દુઃખ થતું. તેને એમ થતું કે નીતિવાન દરિદ્ર રહે છે. અને અનીતિ કરે તે ધનવાન થાય છે. તેની આવી માન્યતાના કારણે તેની ધર્મ શ્રદ્ધા પણ ડગમગી ચૂકી હતી. તે સમયે તે ગામમાં એક જૈન મુનિ પધાર્યા હતા. લોકો દૂર-દૂર થી તેમના વ્યાખ્યાન સાંભળવા જતા હતા. પોતે જૈન હોવાથી લોકલાજે મનેકમને વ્યાખ્યાન સાંભળવા ગયો. મુનિશ્રીનો ધર્મ બોધ અને કર્મ પ્રકૃતિના તાંડવ અને રહસ્યની વાત જાણી તેને ધર્મની સાચી સમજની પ્રાપ્તિ થઈ. મુનીશ્રીની અનન્ય ભક્તિ કરતાં તેમણે તેને ૮-૯ શ્લોકનું નિયમિત આરાધન કરવા જણાવ્યું.
એક તરફ તેની ધર્મશ્રદ્ધા વધી અને બીજી તરફ તેમને ધીમે-ધીમે થોડું ધન પણ મળ્યું. વિશેષ ધન કમાવા માટે સાહસિક કેશવદત્ત પરદેશ જવા નીકળ્યો. ત્યાં રસ્તામાં જંગલમાં તેને એક ઠગ મળ્યો. તેણે ઘણી લોભામણી વાતો કરી. ઠગના કહેવા મુજબ જંગલમાં એક એવો કૂવો હતો કે જેમાં વિશિષ્ટ પ્રકારનો રસ ભરેલો હતો. તે રસ લોખંડ ઉપર ચોપડવાથી લોખંડ સોનું થઈ જતું. આ રસની પ્રાપ્તિ માટે તે બંને જણા કૂવા પાસે ગયા. પછી ઠગે કેશવદત્તને દોરડું બાંધી એક હાથમાં તૂંબડું પકડાવી દોરડાના સહારે કૂવામાં ઉતાર્યો અને કેશવદત્ત રસથી ભરેલું તૂંબડું લઈ ફરી કૂવાની બહાર આવી જવા તૈયાર થયો, ત્યારે ઠગે રસનું તૂંબડુ હાથમાંથી લઈ લીધું અને ઠગે દોરડું છોડી દેવાથી કેશવદત્ત ફરી કૂવામાં પટકાયો. ઠગ તુંબડુ લઈને ભાગી ગયો. દૈવ યોગે કેશવદત્તને ખાસ વાગ્યું નહતું. એકાંત જંગલમાં કૂવામાં પડેલા તેણે શ્રી ભક્તામરના શ્લોક ૮૯નું ખૂબજ ભાવપૂર્વક આરાધન કરતાં સ્વયં શાસનદેવીએ પ્રગટ થઈ તેને આફતમાંથી ઉગાર્યો અને ખૂબજ સુવર્ણ અને રત્નો સાથે તેને હેમખેમ વસંતપુર પહોંચાડ્યો. આમ શાસનદેવીએ તેની આફત ટાળી ધન વૈભવ અને ઐશ્વર્ય પણ આપ્યું. સાચી શ્રદ્ધાનો હંમેશા જય થાય છે.
શ્લોક નં. ૧૦-૧૧ ની વાર્તા
કામધેનુનો ચમત્કાર
આ વાત અણહિલપુર પાટણની છે. જૂના જમાનામાં ત્યાં પરમ શ્રદ્ધાવંત કમદી નામના શેઠ રહેતા હતા. જૈન ધર્મનું તેઓ સુંદર રીતે પાલન કરતા હતા For Priva(૧ ૭૪)nal Use Only
Jain Education International
www.jainelibrary.org