________________
મોહથી સુખોપભોગમાં એકત્વ બુદ્ધિ કરતો આવ્યો તેમાં લોલુપ થઈ તેને ભોગવતો આવ્યો. આ સ્થિતિ ઘડિયાળના લોલકની એક દિશાનું સૂચન આપતી સ્થિતિ હતી. આવા સુખોપભોગથી ઉબકી ગયેલો જીવ તે સુખોમાં સાચા સુખની પ્રાપ્તિ નહીં થતાં ખરેખર અત્યંત ત્રાસી જવાથી રાગને છોડીને ઘડિયાળના લોલકની જેમ લોલકની બીજી દિશારૂપી ત્યાગ ઉપર સ્થિત થઈ સંસારના સુખોનો ત્યાગ કરી ત્યાગ દ્વારા સાચા સુખની શોધ કરે છે. પરંતુ રાગ અને ત્યાગમાં પોતાના અહંકાર અને મમત્વને પકડી રાખેલા હોવાથી તે બેમાંથી એકપણ જગાએથી તેને સાચા સુખની પ્રાપ્તિ થતી નથી, અર્થાત્ આત્મજ્ઞાન અને સમ્યગુદર્શન થતું નથી. મહાપુણ્યયોગે રિદ્ધિ-સિદ્ધિ અને ઐશ્વર્યયુક્ત વિરલ એવી દેવગતિ પ્રાપ્ત થવા છતાં જ્ઞાનસાગરમાં મહામંથન કરીને દેવોએ એ અમૃતકુંભની શોધ કરી કે સાચું સુખ અહમ્ મમત્વ સહિતના રાગ અને ત્યાગમાં નથી અર્થાત્ દેવાદિકગતિના સર્વોત્કૃષ્ટ ભોગોમાં કે એકાંત વન-જંગલમાં રહી ઉગ્ર તપશ્ચર્યા અને ત્યાગવાળા જીવનમાં પણ નથી. આત્માનું સાચું સુખ તેના અનંતગુણોના સ્વાનુભવમાં અને પરમ વીતરાગ દશામાં રહેલું છે. અહંકાર અને મમત્વથી રહિત એવી પરમ વીતરાગદશા પ્રથમ તીર્થકર ભગવાન શ્રી ઋષભ જિનેશ્વરની જાણી દેવો પ્રભુશ્રીની પાદપીઠનું પૂજન કરે છે.
પરમાત્માએ-શ્રી ઋષભ જિનેશ્વરે સર્વ બાહ્ય અભ્યતર શત્રુઓ પર વિજય મેળવી, સર્વ કર્મનો ક્ષય કરી, આત્માના અનંતા, શાશ્વત અને અક્ષય સુખને જે માર્ગ ઉપર ચાલીને જે રીતે પ્રાપ્ત કર્યું તેનો મહિમા, તેની રુચિ, અને તે તરફની પ્રીતિ દેવોના રોમેરોમમાં છે, અને આવી રુચિ અને પ્રભુનો મહિમા, પ્રભુની વીતરાગતાનો મહિમા, પ્રભુના વીતરાગ માર્ગનો મહિમા દેવોના હૃદયમાં નિઃશંકપણે હોવાથી આવા રિદ્ધિ-સિદ્ધિ વાળા ઐશ્વર્યયુક્ત દેવો હૃદયમાં અહમ-મમત્વને શૂન્ય કરી તેનો ક્ષય કરી, તેને અતિ અલ્પ કરી એ નિર્ણય યથાર્થપણે લે છે, કે રાગ અને વિવેક વિનાના ત્યાગરૂપી એક અતિથી બીજા અતિ ઉપર ઘડિયાળના લોલકની જેમ ઝૂલવા કરતાં જેનો મહિમા સમસ્ત પ્રાણમાં વ્યાપ્યો છે તેવા તીર્થકર ભગવંતનું પૂજન જ અત્યંત શ્રેયકર છે. આ જ સંદર્ભમાં આ જ શ્લોકમાં શા માટે દેવોએ પ્રભુની પાદપીઠનું પૂજન કરેલ છે તેનું રહસ્ય રહેલું છે.
સ્વાનુભૂતિના બળ ઉપર ભક્તામરની રચના ભક્તામર સ્તોત્રના સમર્થ રચયિતા આચાર્યદેવ માનતુંગસૂરીશ્વરજી
Jain Education International
For Private
Personal Use Only
www.jainelibrary.org