________________
કહે છે કે દેવોએ જેમની પાદપીઠનું પૂજન કરેલ છે તેવા હે પ્રભુ, આપની સ્તુતિ કરવામાં મારી કાંઈ પણ બુદ્ધિ નથી. શ્લોકના બંને ચરણમાં કેવો અદ્ભુત સમન્વય છે કે મહાઐશ્વર્યયુક્ત અને બુદ્ધિમાન દેવો પોતાના ઐશ્વર્ય અને બુદ્ધિને તૃણવત્ કરીને પ્રભુને પૂજેછે. પ્રભુને સમર્પિત થાય છે. પ્રભુના આત્માના અનંતાગુણોને પૂજે છે અને તે ગુણોને પોતાનામાં હવે જાણે કે પ્રગટ કરવા માટે તત્પર થતા હોય તેવો પુરુષાર્થ સમર્પણ દ્વારા કરે છે. તેજ રીતે આચાર્ય ભગવંત પણ પોતાની વિશિષ્ટ સાધના, પોતાનો મોક્ષપ્રાપ્તિનો પુરુષાર્થ, પોતાનું આચાર્યપદ અને પોતાનામાં અનેક શક્તિઓ હોવા છતાં અત્યંત વિનમ્રપણે કહે છે કે હે પ્રભુ આપની સ્તુતિ કરવામાં મારી કાંઈપણ બુદ્ધિ નથી. આ વિનમ્રતા જ તેમની ઉચ્ચ આત્મદશાની પરિચાયકછે. તેઓ એમ કહે છે કે મર્યાદાનું ઉલ્લંઘન કરીને તમારી સ્તુતિ કરવા હું તૈયાર થયો છું. અહીં એમ અભિપ્રેત છે કે પ્રભુના ગુણોની સ્તુતિ યથાર્થપણે કરી શકવા વાણી દ્વારા કોઈ સમર્થ નથી.
એક દષ્ટાંતથી વિચારીએ તો સરોવરમાં જામેલી લીલ ઉપર કિનારાના વૃક્ષ ઉપરથી કોઈ પાકું ફળ પડે ત્યારે ક્ષણિક સમય માટે ફળનો આઘાત થવાથી લીલ છિન્ન-ભિન્ન થતી હોય છે. આવી લીલની નીચે પાણીમાં રમતી માછલી, લીલના દૂર થયેલા ભાગ તરફ ધસી આવે અને આકાશમાં દેખાતા પૂર્ણચન્દ્રના દર્શન કરી જેમ આનંદ-વિભોર થઈ જાય તેવી રીતે મહાકવિ માનતુંગસૂરીશ્વરજી પ્રભુના ગુણોના મહિમા માં અને તેવા પ્રકારના અનુભવમાં અત્યંત આનંદ-વિભોર થવાથી પ્રભુની સ્તુતિનો પ્રારંભ કરે છે. પોતાને જે અનુભૂતિ થઈ છે તે વાણીમાં વ્યક્ત થાય તેવી નથી. તે અનિર્વચનીય છે. તેની અભિવ્યક્તિની ઘણી મર્યાદા છે. છતાં હૃદયમાં છળતાં સ્વાનુભવના, આનંદના, ઉલ્લાસના મોજાં એટલા પ્રબળ અને વેગવાન છે કે સઘળી મર્યાદાનું ઉલ્લંધન કરીને શબ્દરૂપે-સ્તુતિરૂપે તે આ સ્તોત્રમાં વહેવા લાગ્યા છે.
આચાર્ય ભગવંતની આત્મદશા અને વિનમ્રતા
આચાર્ય ભગવંતની આત્મદશા કેટલી ઉચ્ચ છે અને વિનમ્રતા કેટલી ઉચ્ચકક્ષાએ ખીલી છે એ આ જ શ્લોકના પછીના ચરણમાં પ્રતિબિંબિત થાય છે. પોતાની તુલના પોતે બાળકની સાથે કરે છે અને દૃષ્ટાંતથી એમ જણાવે છે કે બાળક કોઈપણ પ્રવૃત્તિ કરે તે બાળક બુદ્ધિથી કરે છે, વગર વિચારે કરે છે. જેમ કોઈ બાળક આકાશમાં રહેલા ચંદ્રના પાણીમાં પડતા
Jain Education International
www.jainelibrary.org
For Private & Personal Use Only
(૩૪)