________________
સિદ્ધ કરવા ચર્ચા ચાલી. જૈનમુનિએ શ્રી ભક્તામરસ્તોત્રના ૨૨મા શ્લોકનું આરાધન કરી શાસનદેવની આશિષ મેળવી વિવાદનો પ્રારંભ કર્યો અને એકાંતે આત્માને અનિત્ય કહેનાર ભિક્ષુ પ્રજ્ઞાકરની સામે જૈનધર્મના અનેકાંતવાદની પ્રબળ રજૂઆત કરી ચર્ચામાં ખરેખર, બૌદ્ધ સાધુને હરાવ્યો. રાજાનું જૈનધર્મ તરફ માન વધ્યું.
તે પછી મુનિ વિહાર કરી ગયા અને બૌદ્ધ ભિક્ષુક પરાજયની વૈરની આગમાં દૂરધ્યાન કરી બીજા જન્મમાં યક્ષ રૂપે તે જ નગરમાં રહેવા લાગ્યો. તેના ચમત્કારો અને પ્રભાવથી રાજાએ એક યક્ષમંદિર પણ બંધાવ્યુ આ યક્ષ જૈનોને રંજાડતો હતો.
એક વખત ફરીથી જૈનમુનિ મહિસાગર વિહાર કરતા-કરતા કુન્દનપુર આવી ચડ્યા. યક્ષ દ્વારા થતા જૈનો ઉપરના ત્રાસની વાતો એમણે જાણી. તેથી, ફરીથી વિધિવત ભક્તામર સ્તોત્રના ૨૨મા શ્લોકનું આરાધન કરી શાસનદેવ પાસેથી સાચી વિગત જાણી તેઓ તે યક્ષના મંદિરમાં ગયા અને તેમને આવેલા જોઈ યક્ષે તેમને અનેક રીતે ભયભીત કરવા કોશિશ કરી. પરંતુ તેનું કંઈ જ ચાલ્યું નહીં. રાજાને આ વાતની ખબર પડતા જૈનમુનિને પકડવા માટે માણસો મોકલ્યા તો મંદિર પાસે આવતા-આવતા તેઓ આંધળા થઈ ગયા. ફરીથી રાજાએ ક્રોધે ભરાઈને બીજા માણસોને તેમને મારવા મોકલ્યા. ત્યાં તો બીજો ચમત્કાર થયો કે લોકો કોરડાથી મુનિને મારતા હતા ત્યારે મુનિને સહેજે ઈજા થતી નથી અને તે કોરડા રાજાના શરીર ઉપર વાગી તેને ખૂબ પીડા આપતા હતા. આથી, ગભરાયેલા રાજાએ સાચી વસ્તુસ્થિતિ જાણી પોતાની ભૂલ કબૂલી યથાયોગ્ય માનપાન સહિત મુનિશ્રીને આદર આપ્યો, તેમની ભક્તિ કરી અને મુનિશ્રીએ જ્યારે યક્ષના પૂર્વજન્મની વાત કરી અને આ યક્ષ તે જ પૂર્વજન્મનો બૌદ્ધસાધુ પ્રભાકર હતો તેમ જણાવ્યું.
આ બધી વાત જાણી રાજાનો જૈન ધર્મ તરફ ખૂબજ આદર વધ્યો, ઘણા લોકોએ જૈનધર્મ અંગીકાર કર્યો અને રાજાએ પણ તે દેવવિમાન જેવા એક દેરાસરનું નિર્માણ કરાવ્યું. આમ, જૈનધર્મનો જય જયકાર થયો.
- ઉજ્જૈની નગરીની પૂર્વ દિશામાં શહેરથી બે માઈલ દૂર ચંડિકાદેવીનું મંદિર અને ધર્મશાળા આવેલા છે. ચંડિકાદેવી ઉપર ત્યાંના લોકોને ઘણી શ્રદ્ધા હતી અને દેવીની કોઈ સંકલ્પ પૂર્ણ કરવા માટે બાધા પણ રાખતા હતા. આ નિમિત્તે ત્યાં ઘણી હિંસા થતી, પશુઓના બલિદાન લેવાતા અને ચોતરફ આજુબાજુમાં માંસ, હાડકાં, લોહીથી જગ્યા ઘણી દૂષિત અને ગંદકીવાળી હતી. એક વખત કોઈ જૈનમુનિ તેમના બે શિષ્યો સાથે ઉજ્જૈની તરફ આવી
For Private Personal Use Only
Jain Education International
www.jainelibrary.org