________________
છે, કોઈ સ્વાધ્યાય કરે છે તો કોઈ ધ્યાન અને યોગ કરે છે. એક વાત નિશ્ચિત છે કે જીવ જે સાધના પદ્ધતિને અપનાવે છે તે સાધના પદ્ધતિને તેના પૂર્વજન્મના સંસ્કારો અને કર્મથી પ્રગાઢ સંબંધ હોય છે. તીવ્ર સ્મરણશક્તિ અને મધા ધરાવતાં મેધાવી બાળકો પૂર્વજન્મના સંસ્કારોના કારણે તે કરી શકે છે. નાના બાળકોથી માંડીને મોટા ત્યાગીઓ આ જન્મમાં વિવિધ પ્રકારની જે ઉગ્ર તપશ્ચર્યા કરે છે તે પણ તેમણે પૂર્વે કરેલી તપશ્ચર્યાઓ અને સંસ્કારોનું પુનરાવર્તન હોય તેમ જણાય છે. એટલે પોતાની સાધનામાં કોઈ ગમે તે પદ્ધતિ કે સાધનનો આશ્રય લે તો તેમાં તેના પૂર્વસંસ્કાર અને પૂર્વકનો પ્રતિઘોષ હોય છે, તેમ કહી શકાય. આના સંદર્ભમાં એક શ્લોક એવો છે કે :
पुनर्युक्तम चया विद्या पुनर्युक्तम चया भार्या ।
पुनर्युक्तम च यदधनम अग्रे धावति धवति ।। ભાવાર્થ :- પૂર્વનાં કરેલાં કર્મ પ્રમાણે જ ધન, વિદ્યા અને સ્ત્રી નવા જન્મમાં આગળ અને આગળ મળ્યા કરે છે. (અર્થાત આ જન્મમાં જે ધન વિદ્યા અને સ્ત્રી મળ્યાં છે તે પૂર્વ જન્મના કર્મનાં ફળ પ્રમાણે મળ્યાં છે.)
આ તથ્યને હવે જરા સૂક્ષ્મતાથી વિચારીએ. જો જીવ જન્મોજન્મ આવી કોઈ સાધના કરતો હોય, ફરી ફરી તેનું પુનરાવર્તન કરતો હોય તો પણ શા માટે તે મોક્ષ માર્ગ પકડી શક્તો નથી આનો જવાબ સ્પષ્ટ છે. પૂર્વજન્મમાં તેમજ આ જન્મમાં શુભક્રિયાઓનું પુનરાવર્તન કરતો જીવ આવું પુનરાવર્તન મિથ્યાત્વ સહિત અને આત્મલક્ષ વિના કરે છે. માટે જ શાસ્ત્રકારોએ કહ્યું છે કે, “જીવે અનંતીવાર સાધુપણું ગ્રહણ કર્યું, ચારિત્ર્ય પાળ્યું, નવમી ગ્રેવયક સુધી જઈ આવ્યો તો પણ તેનું ભવભ્રમણ ટળ્યું નથી.” આ બધી વિગતના સંદર્ભમાં વિચારતાં આ શ્લોકમાં સાલંબન ધ્યાનની જે વિગતનું પરોક્ષ રીતે ઉલ્લેખ છે તેની વિચારણા કરીએ.
અંતર્મુખતા અને ધ્યાનનું મહત્ત્વ એક આત્માના લક્ષ વિના મિથ્યાત્વ સહિત બાહ્ય-અત્યંતર કોઈપણ સાધનનો આશ્રય લેવા છતાં આ જીવ સમ્યગુ દર્શન પામી શક્યો નથી. તેના વ્રત, તપ, જપ, ધ્યાન, સ્વાધ્યાય આદિ શુભક્રિયાઓ પુણ્યબંધનું કારણ બની હોય તેમ બનવા જોગ છે. પરંતુ સમ્ય દર્શન આપી શકી નથી. કારણ? અંદરના શુદ્ધ દ્રવ્યની પ્રાપ્તિ માટે તેણે બહારના સાધનોનો આશ્રય બહિર્મુખતા સાથે લીધો છે. આ જ સાધનોનો આશ્રય તેણે અંતર્મુખતા સાથે લીધો હોત તો કામ થઈ જાત. આના અનુસંધાનમાં અનુપમ અને અદ્વિતીય સુંદરતાવાળા પ્રભુના મુખકમળને ચંદ્રબિંબની સાથે સરખાવી આ શ્લોકમાં એમ જણાવ્યું છે કે, હે પ્રભુ, આપનું વદન નિરંતર ઉદય પામતા મોહરૂપી અંધકારનો નાશ
(૮૮)
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org