________________
ભક્તામર શ્લોક ૧૪
सम्पूर्णमण्डल शशाक कला कलाप
शुभ्रा गुणास्त्रिभुवनं तव लड्धयन्ति । ये संश्रितास्त्र जगदीश्वरनाथमेकं कस्तान्निवारयति सञ्चरतो यथेष्टम् || १४ ||
"
ભાવાર્થ :
હે ત્રણે જગતના ઈશ્વર ! પૂર્ણિમાના ચંદ્રની કળાના સમૂહ જેવા ઉજ્જવળ તમારા ગુણ ત્રણે જગતને વ્યાપીને રહેલા છે તે યોગ્ય જ છે. કેમ કે જેઓ અદ્વિતીય નાથને આશ્રયીને રહ્યા હોય તેમને ઇચ્છા પ્રમાણે કરતાં કોણ રોકી શકે?
-
અર્થાત્ તમારા ગુણો ત્રણે જગતમાં પ્રસરેલા છે. જગતના સર્વ જીવો ભગવાનના ગુણોનું કીર્તન કરે છે. ૧૪
Jain Education International
પ્રભુ શા માટે ત્રણેલોકના નાથ કહેવાય છે?
શ્રી ભક્તામર સ્તોત્રના ચૌદમા શ્લોકના પ્રારંભમાં પરમાત્માથી ઋષભ જિનેશ્વરને સંબોધન કરતાં એમ કહેવામાં આવ્યું છે કે હે પ્રભુ, તમે ત્રણે જગતના નાથ છો. અહીં આશય એ છે કે અધોલોક, પૃથ્વીલોક અને ઊર્ધ્વલોક આ ત્રણે જગતની અંદર ચારેગતિમાં જે જે જીવો અનાદિથી આજ પર્યંત ભવભ્રમણ કરી રહ્યાં છે; તેમનાં માટે હે પ્રભુ, તમે ખરેખર ઈશ્વર હૈ છો. ત્રણેલોકના જીવો પછી તે શાતાવેદનીયમાં હોય કે અશાતાવેદનીય માં હોય પણ ઈશ્વરનું શરણ તો તેમના માટે આશ્રયરૂપ છે. જીવ એટલો નગુણો તો નથી બનતો કે સુખના સમયમાં ઈશ્વરનું સ્મરણ સાવ ન જ કરે. ઊલ્ટું ઘણીવાર એમ બને છે કે પોતાની કલ્પનાનું માની લીધેલું સુખ પ્રાપ્ત થતાં વધુ સુખની પ્રાપ્તિ માટે તે ઈશ્વરનું સ્મરણ કરે છે. તો બીજી તરફ પોતાને જે અપ્રિય છે તેવાં દુ:ખો વેઠવાનાં આવે ત્યારે તે દુઃખની પીડામાં જીવ વારંવાર ઈશ્વરનું સ્મરણ કરે છે. જન્મ, જરા, મરણ, વ્યાધિ અપ્રિયનો યોગ અને પ્રિયનો વિયોગ આ બધાં દુ:ખો સંસારમાં જીવને ભોગવવાં પડે છે. અને આવાં દુ:ખની વેળાએ તે ઈશ્વરનું સ્મરણ કરે છે. જીવ અપૂર્ણ છે અર્થાત તેની અવસ્થામાં વિભાવ છે. પરમાત્મા પૂર્ણ છે. જીવ રાગી છે. પરમાત્મા વીતરાગી છે. જીવ રાગ, દ્વેષ અને અજ્ઞાનથી ઘેરાયેલો છે.
For Private & Personal Use Only (93)
www.jainelibrary.org