________________
સાચો આત્મજ્ઞાની છે.
આ શ્લોકમાં પરમાત્માના આવા અલૌકિક દિવ્ય શરીરને જે ચામરો વડે પવન નંખાય છે તેની પણ વાત કરી છે. આ ચામરોને મોગરાના ફૂલ જેવા સફેદ કહેવામાં આવ્યા છે. આ ચામરો પરમાત્માના દિવ્ય શરીરની શોભામાં, સમવસરણમાં અભિવૃદ્ધિ કરી રહ્યાં છે. અહીં તેમના શરીરને ઉદય પામેલા ચંદ્રમાના પવિત્ર ઝરણાંના પાણીની ધારાઓથી સુશોભિત મેરુપર્વત જેવું જણાવ્યું છે. આ ગાથામાં તુલનાત્મક પ્રતીકો વડે સફેદ ચામરો જેને મોગરાના સદ્દ ફૂલ જેવા કહ્યા, મેરુપર્વત જેવું સુવર્ણમય શરીર જેને ઉદય પામેલા ચંદ્રમાના જેવા પવિત્ર ઝરણાંઓની ધારા સાથે સરખાવ્યું તે બધા જ પ્રતીકો અને તુલનાઓ વિશે એમ ઘટાવી શકાય કે સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા શ્રી ઋષભજિનેશ્વરના
ઔદારિક શરીરના વર્ણન સાથે તેમના આત્માના પ્રદેશ-પ્રદેશે જે નિર્મળ કેવળજ્ઞાન ઝળકે છે તેના અનુસંધાનમાં પવિત્ર ધવલ ઝરણાંની ધારા નિરંતર વહેતાં શુક્લ ધ્યાનનાં ધારા પ્રવાહ સમાન છે તેમ કહી શકાય, અને જે બે પવિત્ર ચામરો વડે પ્રભુને વીંઝવામાં આવતો પવન તે પવનની લહેરો સમવસરણમાં બિરાજમાન ચારેય ગતિના સમસ્ત જીવોને સ્પર્શીને તેમને અપૂર્વ શાંતિ આપે છે. આ ચારેય ગતિના જીવો જે ત્રિવિધ તાપની દાહકતામાં સમવસરણની બહાર શેકાતાં હતાં તે અહીં આવ્યા પછી આ પવનની લહેરો દ્વારા જાણે કે અદ્ભુત શાંતિ અને શીતળતાનો અનુભવ ન કરી રહ્યાં હોય! આમ, આ ગાથામાં મેરુપર્વતની જેવી સુવર્ણમય ભૂમિને અને ચામરોને લઈ તેમણે વિશેષ પ્રકારનો તત્ત્વબોધ આપ્યો છે.
Jain Education International
For Priyate & Personal Use Only
(૧ ૨૮)
www.jainelibrary.org