________________
ચીવટ અને કાળજીપૂર્વક પુસ્તકને પ્રકાશિત કર્યું છે તે માટે મારા પરમ સ્નેહી મિત્ર શ્રી શ્રેયસભાઈ પંડ્યાનો પણ હું ખૂબ આભારી છું. આ ઉપરાંત આ પુસ્તકના પ્રકાશનમાં વિવિધ રીતે ઉપયોગી થનાર મારી ઓફિસના કર્મચારીગણ, મુફરીડર્સ, આર્ટીસ્ટ શ્રી અશ્વિનભાઈ પટેલ, શિલ્પી પ્રોસેસ ટુડીયોવાળા મારા પરમમિત્ર શ્રી ભરતભાઈ પટેલનો પણ હું આભારી છું.
મારા કુટુંબીજનો અને સ્નેહસંબંધી, પરિચિતો અને શુભેચ્છકોએ આ પ્રકાશનમાં ભારે રસ દાખવી પુસ્તક પ્રસિદ્ધ થયા પહેલા અગાઉથી તેની નકલો નોંધાવી મને ભારે પ્રોત્સાહિત અને આભારી કર્યો છે. મારો સંકલ્પ આ ગ્રંથની ૧૦૦ થી વધુ નકલો સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબોને વહોરાવવાનો છે. હું અંગત રીતે ૧૦૧ નકલ આ રીતે જરૂર હોય ત્યાં આપનાર છે. અને મને શ્રદ્ધા છે કે મારો સંલ્પ પૂરો કરવામાં કોઈને કોઈ પ્રકારે સત - શ્રુતના આરાધકો તરફથી સહકાર મળી રહેશે.
અંતમાં આ પુસ્તક ભક્તિમાર્ગનું છે. અંતરના ભાવોની અભિવ્યક્તિ છે. લઘુનિબંધદ્વારા આ પ્રકારે આ સ્તોત્રના દરેક શ્લોકના ઊંડાણમાં જવાનો યથાશક્તિ પ્રયત્ન કર્યો છે. અંતરના બધા ભાવોને વાચા આપી શક્યો નથી. આમ છતાં, નિષ્ઠાપૂર્વકનો અને ભક્તિભાવવાળો મારો આ પ્રથમ પ્રયાસ છે. તેમાં રહેલી મારી ક્ષતિઓને ઉદારભાવે ક્ષમ્ય ગણવા વિનંતી છે. સાધકોને તેઓની આરાધનામાં આ ગ્રંથ જ્ઞાનદીપ બની રહે તેવી અંતરમાં બિરાજતા પ્રભુને પ્રાર્થના કરું છું. સમગ્ર ગ્રંથમાં જે કાંઈ સારું જણાય તે ગુરુકૃપા અને જિનભક્તિની પ્રસાદી છે અને જાણે અજાણે કોઈપણ પ્રકારે જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈપણ લખાયું હોય તો તે પરત્વે ત્રિવિધ-ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ્ સાથે ક્ષમા પ્રાર્થી છું. ૧૧, જીવનદર્શન સોસાયટી
મનુભાઈ દોશી બેરેજ રોડ, વાસણા, અમદાવાદ - ૩૮૦ ૦૦૭. તા. ૯-૪-૯૮ (મહાવીર જયંતિ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org