________________
ભક્તામર બ્લોક ૬ अल्पश्रुतं श्रुतवतां परिहास धाम, त्वद् भक्तिरेव मुखरी कुरुते बलान्माम् । यत्कोकिल: किल मधौ मधुरं विरौति, तच्चाम्रचारु कलिका निकरैकहेतुः ॥६॥
ભાવાર્થ :
હે સ્વામી! હું અલ્પજ્ઞાનવાળો- જ્ઞાનરહિત છું, તેથી વિદ્વાનોમાં હું હાંસીપાત્ર છું, તો પણ તમારી ઉપરની ભક્તિ જ મને બળાત્કારે તમારી સ્તુતિ કરવા વાચાળ બનાવે છે, તે યોગ્ય જ છે; કેમકે વસંતઋતુમાં કોયલ જે મધુર શબ્દ કરે છે. તેનું કારણ વિશે સુંદર આંબાના મહોરનો સમૂહ જ
આંબાના મોર કોયલના મધુર સ્વરમાં કારણરૂપ છે તેમ તમારી ભક્તિ સ્તુતિમાં કારણરૂપ છે.ll
સ્વામી સેવકને પોતાના જેવો જ બનાવે છે.
શ્રી ભક્તામર સ્તોત્રના ચોથા શ્લોકમાં પ્રભુને ગુણોના સાગર સમાન કહેવામાં આવ્યા છે. અને પાંચમા શ્લોકમાં મુનિશ્વર કહ્યા છે. આપણે જે તે શ્લોકમાં તે સંબોધનો અંગે વિચારણા કરી છે. અહીં છઠ્ઠા શ્લોકમાં જાણે કે તે પરમાત્માને એમ કહે છે કે હે સ્વામી ! હું અલ્પજ્ઞાન વાળો છું, જ્ઞાનરહિત છું. અહીં આ પ્રમાણેના કથન સાથે પરમાત્માને પોતાના સ્વામી તરીકે સ્વીકાર કરે છે. સ્વામી તરીકેના સંબંધના સ્વીકાર સાથે પોતે તેમના સેવક છે, તેમના દાસ છે, તેમના કિંકર છે, તેમની ચરણરજ છે. સ્વામી અને સેવકના સંબંધમાં દાસત્વના સ્વીકાર કરતાં આજ્ઞાંકિતતાનો સ્વીકાર વિશેષ અભિપ્રેત છે. સ્વામી તરફની નિઃશંક ભક્તિ અને આજ્ઞાપાલન સેવકને પણ સ્વામી સમાન બનાવે છે.
જગતના કોઈપણ દર્શન, કોઈપણ સંપ્રદાય કે કોઈપણ ધર્મનો અનુયાયી મંદિરમાં, દેરાસરમાં, મસ્જિદમાં કે ગુરદ્વારામાં જાય છે ત્યારે તેની સાથે તેનો લોકાચાર, કુળ પરંપરા, ગતાનુગતિક્તા અને અહંકાર પૂરતા પ્રમાણમાં મોજૂદ હોય છે. તેથી તેને નથી પ્રભુના દર્શન થતાં કે નથી થતી સેવક સ્વામીભાવની અનુભૂતિ! કોઈક શાંત સ્થિતિમાં કે ઓછા
Jain Education International
For Privale odrsonal Use Only
www.jainelibrary.org