________________
પરમાત્માની આજ્ઞાને માથે ચડાવી પરમાત્માએ જે રીતે, જે માર્ગે, જે ગુણપ્રાગટ્ય દ્વારા પરમપદને પ્રાપ્ત કર્યું બરાબર તે જ રીતે, તે જ માર્ગે ભક્તિવંત બનેલો જીવ પોતે પણ પરમપદની પ્રાપ્તિને ઝંખે છે. શ્રી ઋષભદેવ પરમાત્મા તરફ કવિની આવી ઉત્કૃષ્ટ ભક્તિ છે. તેને લીધે પોતે પ્રભુની સ્તુતિ કરવા તૈયાર થયા છે. જ્યાં ભક્તિ હોય ત્યાં સ્તુતિ હોય, ભક્તિરૂપી પર્વતમાંથી પ્રગટ થતું સ્તુતિરૂપી ઝરણું, ધીમે ધીમે વિકાસ પામી મહાનદીનું સ્વરૂપ ધારણ કરી પરમાત્મપદ રૂપી સાગરમાં અંતે વિલીન થાય છે.
આ શ્લોકમાં કવિની વિનમ્રતા તો જુઓ ! પોતે એમ જણાવે છે કે જેમ હરણ પોતાના બચ્ચાંના રક્ષણ માટે સિંહની સામે યુદ્ધ કરવા તૈયાર થઈ જાય છે. પોતાના બચ્ચાં ઉ૫૨ના પ્રગાઢ પ્રેમના કારણે સિંહની સામે લડવા જતાં હરણની સ્થિતિ આમ તો ખરેખર હાંસીપાત્ર છે. પણ પ્રેમ હરણને હાંસીપાત્ર બનાવે તો પણ તે સિંહની સામે અવશ્ય લડે છે. આવી રીતે પ્રભુની સમર્થતા અને પ્રભુના અનંતાગુણો જેનું વર્ણન કરવું અત્યંત દુષ્કર છે અને કદાચિત્ કોઈ તેમ કરે તો તે હાંસીપાત્ર ગણાય તો અહીં હાંસીપાત્ર થવાના ડરને ફંગોળી દઈ આચાર્ય ભગવંત ભક્તિરૂપી પૂરમાં તણાતા હોવાથી સ્તોત્ર રચના કરી રહ્યા છે. તેમના હૃદયના અતુલ ઊંડાણમાંથી પરમાત્મા તરફના ઉત્કટ સમર્પણના કારણે જે ભાવો વહેવા લાગ્યા છે. તે સ્તોત્રરૂપે પ્રગટ થઈ જગતના જીવો ઉપ૨ પ૨મ ઉપકારનું કારણ બન્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
(૪૩)
www.jainelibrary.org