________________
સાથે સરખાવવામાં આવે તો હરિહર આદિ દેવોનું જ્ઞાનચમકતા કાચના ટુકડાની સાથે સરખાવી શકાય તેવું હોય છે. સૂર્યના પ્રકાશમાં ચમકતો કાચનો ટુકડો પ્રકાશના કારણે ચમકે છે. કાચના ટુકડાનો પોતાનો કોઈ ચળકાટ હોતો નથી અને સૂર્યનો પ્રકાશ ન હોય ત્યારે કાચનો ટુકડો ચમકતો પણ નથી જ્યારે મૂલ્યવાન રત્નમણિ સ્વયં પોતે જ પ્રકાશનું પુંજ છે. તે સૂર્યની હાજરીમાં કે ગેરહાજરીમાં, દિવસે કે રાત્રે, સર્વ-સમયે રત્નમણિ પ્રકાશેછે. અને તે પોતાનાજ તેજથી પ્રકાશે છે. આ રીતે પરમાત્માનું કેવળજ્ઞાન આ શ્લોકના પ્રારંભમાં જણાવ્યું તેમ અત્યંત મહિમાવંતુ અને સર્વોત્તમ છે. હરિહરાદિક દેવોનું જ્ઞાન તેની તુલનામાં સાચા રત્નમણિની તુલનામાં કાચના ટુકડા જેવું છે.
પરમાત્માના સમવસરણની અંદર બિરાજમાન ચારેગતિના જીવો કેવળજ્ઞાની પરમાત્માના ૐ ના દિવ્ય ધ્વનિ દ્વારા પોતાના ઉપયોગ અને પરિણામ ને પલટાવી શ્રેણી માંડીને પોતાના ઉગ્ર પુરુષાર્થ દ્વારા પોતે સ્વયં પણ પરમાત્મા જેવા કેવળજ્ઞાની થઈ શકે છે. જ્યારે અન્ય દેવો પોતે જ કેવળજ્ઞાની નથી તો તેમનાં આશ્રયે રહી જીવ કેવળજ્ઞાન કેવી રીતે પામી શકે? શક્તિશાળી દેવો ભારે રિદ્ધિ, સિદ્ધિ અને ઐશ્વર્યના સ્વામી હોવાથી તેમની ભક્તિ કરનારને લૌકિક સુખ આપી શકે તેમ બની શકે પરંતુ તે લૌકિક સુખ આવા દેવોની ભક્તિ ક૨ના૨ જીવના માટે ભવભ્રમણનાં હેતુરૂપ છે. અને ખુદ દેવો પણ જો તેઓ સમ્યક્ દૃષ્ટિવાળા ન હોય તો તેમને પણ ભવ-ભ્રમણનો અંત આવ્યો નથી. તેમના રિદ્ધિ, સિદ્ધિ અને ઐશ્વર્ય પણ નાશવંત છે. અને તેઓ જ કેવળજ્ઞાનથી જોજનો દૂર હોવાથી જેણે પોતાનું આત્મકલ્યાણ સાધ્યું નથી તે બીજાનું કલ્યાણ કેવી રીતે કરી શકે?
આમ વીસમા શ્લોકમાં પરમાત્માનો મહિમા તેમની પૂર્ણ વીતરાગતા અને કેવળજ્ઞાન યુક્ત સ્થિતિના સંદર્ભમાં જણાવાયો છે અને જુદા-જુદા પાંચ જ્ઞાનોની સ્થિતિના સંદર્ભમાં દેવો પણ આ કેવળ જ્ઞાનથી કેટલા દૂર છે અને પરમાત્માના કેવળજ્ઞાન અને દેવોના વિશિષ્ટ જ્ઞાન વચ્ચે કેટલો આસમાન જમીનનો તફાવત છે તે સાચા મૂલ્યવાન, દેદીપ્યમાન, સ્વ-પર પ્રકાશક રત્નમણિ અને સૂર્યના તેજમાં ચમકતા કાચના ટુકડાની તુલના દ્વારા જણાવ્યું છે તે યથાર્થ છે.
Jain Education International
For Private & Personal Use Only
(૯૬)
www.jainelibrary.org