________________
માટે ગયો હતો. ત્યાં તેણે એક ધ્યાનમગ્ન મુનિને જોયા. તે ત્યાં રોકાયો અને તેમને પરેશાન કરવાની વિચારણા કરી. ધ્યાનપૂર્ણ થતાં જાગેલા મુનિને તેણે અનેક કુવચનો કહ્યાં, “સ્વર્ગ કે નર્ક જેવું કાંઈ નથી, તમે અજ્ઞાન લોકોને ઠગો છો” આવાં અનેક વચનો સાંભળીને મુનિને એવો ભાવ થયો કે આને બોધ આપવો જોઈએ.
તે મુનિએ મૌનપણે ભક્તિભાવથી ભક્તામર સ્તોત્રના ૧૬મા અને ૧૭મા શ્લોકનું આરાધન કરતા અને રાજકુમારને સાચો બોધ મળે તેવી ભાવના ભાવતા એક ચમત્કાર થયો. મુનિ ધ્યાનમગ્ન થયા અને રાજકુમાર બેભાન થઈ ગયો. બેભાન અવસ્થામાં રાજકુમારે ચિત્રવિચિત્ર દશ્યો જોયા, યમરાજને જોયા, નારકીના મહાભયંકર દુઃખોને ભોગવતા અનેક જીવોને તે સાક્ષાત જોઈ રહ્યો. આ બધું જોતાં તેણે ભાગવાની કોશિશ કરી ત્યારે યમરાજે તેને પડકાર્યો. તેના દુષ્કૃત્યોનો ઇતિહાસ તેને પકડી રાખી સમજાવ્યો. અને નારકીના દુઃખો તેણે ભોગવવા પડશે જ તેમ કહ્યું. આથી, રાજકુમારે અત્યંત ભારે પશ્ચાતાપ કર્યો અને મનોમન દઢ સંકલ્પ કર્યો કે, “સગર રાજાથી પણ હવે સવાયો સદાચારી થઈ જીવન વિતાવીશ.”
ખરો, ચમત્કાર હવે થયો. મુનિશ્રી ધ્યાનમાંથી જાગ્યા. દેવીસિંહ મોહમૂછમાંથી જાગૃત થયો તેને સઘળું યાદહતું. તે મુનિશ્રીના ચરણમાં પડ્યો. તેમને ગુરુપદે સ્થાપી બાકીના જીવનમાં ઉત્તમ સદાચાર સેવ્યો. આથી, એ બોધ મળે છે કે જે પુરુષના ચરણને સેવે છે તેની મોહનિદ્રા ભાગે છે.
શ્લોક . ૧૮ ની વાર્તા શ્રીસંઘની સામૂહિક આરાધનાથી વિપત્તિ ટળી
આ વાત કુમારપાળ મહારાજાના સમયની છે. ખંભાત અને પાટણ ગુજરાતની ધર્મનગરી તરીકે પ્રસિદ્ધ થયેલી હતી. પાટણ પંડિતો અને વિદ્વાનોની નગરી તરીકે ખૂબ જ જાણીતી હતી. પાટણમાં સમૃદ્ધ જ્ઞાનભંડાર હતો. કુમારપાળ મહારાજા પોતે ધર્મપરાયણ જૈન ધર્મી હતા. તેમના મહામંત્રી અંબડ હતા. અંબડ પણ બુદ્ધિશાળી અને ધર્મપરાયણ જૈન ધર્મી હતા.
એક વખત અંબઇમહામંત્રીએ ધર્મયાત્રાએ જવાનો નિર્ણય કર્યો. પોતાની માતા, વિશાળ પરિવાર અને અનેક શ્રાવકો સાથે પોતે સંઘપતિ થઈ પાટણથી ભદ્રેશ્વરનો સંઘ કાઢ્યો. તે જમાનામાં સંઘ માટે મુસાફરીનું વાહન ગાડાં હતાં. આ રીતે શ્રી સંઘ નિર્વિને આગળ વધતો હતો ત્યારે એક વખત મજાની ચાંદની રાતે ડેરા તંબુ ઉઠાવી આગળ પ્રયાણ કરવા વિચાર્યું. ડંકા નિશાન ધણધણી
Jain Education International
For Private Peysonal Use Only
૧ ૭૯)
www.jainelibrary.org