________________
નરૂા.
જાણતા એક દિવસ ગુણચંદ્ર કેટલાક સજ્જનો સાથે મુનિશ્રીને મળ્યા. ભક્તિભાવપૂર્વક વંદન કરી, રાજાને માથે આવેલી આપત્તિની વાત કરી અને રાજાને દુઃખમુક્ત કરવા વિનયપૂર્વક પ્રાર્થના કરી.
| મુનિશ્રીને પણ આ વાત જાણી દયા આવી. તેમણે પ્રધાનને બીજે દિવસે રાજાને લઈ ફરી મળવા આવવાનું કહ્યું. રાત્રે મુનિશ્રીએ શ્રી ભક્તારમસ્તોત્રની આરાધના કરી અને તેમાં પણ ૧પમા શ્લોકની વિધિવત આરાધના કરી તેથી શાસનદેવી પ્રગટ થયાં. મુનિશ્રીએ રાજાને પિશાચની પીડામાંથી મુક્ત કરવાનો ઉપાય બતાવવા વિનંતી કરી ત્યારે દેવીએ કહ્યું કે, “૧૫માં શ્લોકની આરાધના કરી આ રાખ વડે રાજાના કપાળમાં તિલક કરવાથી તે પિશાચની પીડામાંથી મુક્ત થશે.”
બીજે દિવસે ગુણચંદ્ર રાજાને પ્રતિષ્ઠિત નગરજનો સાથે ઉપાશ્રય લઈ આવ્યા. મુનિશ્રીએ દેવીની સૂચના પ્રમાણે રાજાના કપાળમાં તિલક કરતાવેંત તે પિશાચની પીડામાંથી સદાને માટે મુક્ત થયા. ચંપાનગરીમાં આ વાત વાયુવેગે લાતા પ્રજાજનોના આનંદનો પાર ન રહ્યો. જૈનધર્મનો મહિમા અને જયજયકાર વધ્યા.
દરેક મનુષ્યને મોહરૂપી પિશાચ જ્યાં સુધી વળગેલો હોય છે ત્યાં સુધી તે મોહબ્ધ થઈ ન કરવાના કામો કરે છે અને ચારે ગતિમાં અનંતકાળ સુધી જીવ ભટક્યા કરે છે. આ મોહરૂપી પિશાચની પીડામાંથી જેને મુક્ત થવું હોય તેણે પરમાત્માની ભક્તિ કરવી જોઈએ. પ્રભુ સાથેની પ્રીત અને પ્રભુ તરફનું સમર્પણ એ જ મોહરૂપી પિશાચની પીડામાંથી મુક્ત થવાનો રામબાણ ઉપાય છે.
શ્લોક નં. ૧૬-૧૭ ની વાર્તા
દુરાચારીમાંથી સદાચારી સારંગપુર નામે એક શહેર હતું. ત્યાં સગર નામે રાજા રાજ્ય કરતા હતા. તેમને દેવીસિંહ નામે એક પુત્ર હતો. રાજા પોતે ધર્મપરાયણ અને સદાચારી હતા પરંતુ જેમ દીવા પાછળ અંધારું હોય છે તે રીતે રાજપુત્ર દેવીસિંહ દુરાચારી હતો. તેનામાં બધા દુર્ગુણો અને અપલક્ષણો હતા. તે ખુશામતપ્રિય અને ઘમંડી હતો.
દેવીસિંહ તેની આવી પ્રકૃતિ અને પ્રવૃત્તિના કારણે લોકોમાં અપ્રિય હતો. પ્રજાજનો તેનાથી ડરતા. રાજાને તેની ઘણી ફરિયાદો મળતી. સગર રાજાએ અનેક પ્રકારે અનેક પ્રયત્નો કરવા છતાંય દેવીસિંહના સ્વભાવમાં કોઈ પરિવર્તન આવ્યું નહીં. એક વખતની વાત છે. દેવીસિંહ તેના મિત્રો સાથે ઉદ્યાનમાં ફરવા
Jain Education International
www.jainelibrary.org
For Private & Personal Use Only
(૧૭૮).