________________
ભાવાર્થ :
હે પ્રભુ! અનંતપર્યાયવાળી વસ્તુને પ્રકાશ કરનારું જ્ઞાન-કેવળજ્ઞાન જે રીતે તમારે વિષે શોભે છે તે રીતે હરિ હર વિગેરે નાય કોને વિષે એવું શોભતું નથી. જેમકે જે પ્રકારે દેદીપ્યમાન મણિઓને વિષે તેજ મહત્ત્વને પામે છે તે પ્રકારે તેજસ્વ. કાચના ટુકડામાં મહત્ત્વ પામતું નથી. હરિ – હરાદિક દેવો વિર્ભાગજ્ઞાની છે. તે ૨૦.
ભક્તામર બ્લોક ૨૧ મન્ય વર હરિહરાદય એવ દષ્ટા, દષ્ટપુ યેષુ હૃદયં ત્વયિ તો અમેતિ | કિ વીક્ષિતેન ભવતા ભુવિ યેન નાન્ય , કશ્ચિન્મનો હરતિ નાથ! ભવાન્તરેડપિ ! ર૧// જોયા દેવો પ્રભુજી સઘળા તે થયું ઠીક માનું, જોયા તેથી તુજમહીં અહા ચિત્ત તો સ્થિર થાતું; જોયા તેથી મુજ મનમહીં ભાવના એ ઠરે છે,
બીજો કોઈ તુજવણ નહીં ચિત્ત મારું હરે છે. . ર૧ || ભાવાર્થ :
હે નાથ ! હરિહરાદિક દેવો જે મેં પ્રથમ જોયા તે સારું થયું એવું હું માનું છું કેમ કે જે હરિહરાદિક દેવોને જોયા છતાં મારું મન તમારે વિષે સંતોષને અનુભવે છે. વધુમાં તમને જોવાથી એ ફળ થયું કે ભવાંતરમાં પણ બીજો કોઈ દેવ મારા મનને સંતોષ નહિ આપી શકે, તમને જોયા એથી સંતોષ છે કેમકે તે સંતોષના પરિણામે ફરી બીજા દેવોને જોવાનું મન નહિ થાય. // ૨૧ //
ભક્તામર શ્લોક ૨૨ સ્ત્રીણાં શતાનિ શતશો જનયન્તિ પુત્રાનું, નાન્યા સુત તદુપમ જનની પ્રસૂતા ! સર્વા દિશો દયાતિભાનિ સહસ્રરમ્િ, પ્રાચ્ચેવ દિનયતિ- ફુરદંશુજાલમ્ //ર રા/ સ્ત્રીઓ આજે જગતભરમાં સેંકડો જન્મ આપે, તારા જેવા અનુપમ નહીં પુત્રને જન્મ આપે; નક્ષત્રોને વિધવિધ દિશા ધારતી રે અનેક, કિંતુ ધારે રવિકિરણને પૂર્વ દિશા જ એક. | ૨૨ //
Jain Education International
www.jainelibrary.org
For Private & Personal Use Only " (૧૧)