________________
અને ભામંડળ પણ તેમના ઔદારિક શરીરની આસપાસ વર્તુળાકારે છે. કેવળજ્ઞાની વીતરાગ પરમાત્માના જ્ઞાનમાં ત્રણેય કાળના, ત્રણેય લોકના સર્વજીવોની પર્યાય વર્તમાનવત્ ઝડપે છે. તો તેની આસપાસ રચાયેલા તેજોમય ભામંડળમાં સંભવછે કે ચારે ગતિના જીવો પોતે પોતાના ઉપર જણાવ્યા પ્રમાણે સાત ભવનું દર્શન કરી શકતા હોય. બીજી રીતે એમ પણ કહી શકાય કે જ્ઞાનીની આસપાસ રહેલી શુક્લ લેશ્યાનું પૂર્ણ વિકસિત સ્વરૂપ તે પરમાત્માનું ભામંડળ છે.
આ શ્લોકમાં એમ પણ જણાવ્યું છે કે તીર્થંકર પ્રભુનું ભામંડળ હજારો સૂર્ય કરતાં તેજસ્વી હોવાં છતાં તેમાં દાહકતાને બદલે ચંદ્રની શીતળતા રહેલી છે આ કથન પણ યથાર્થ જણાય છે. કેમ કે જીવ જ્યારે સત્સંગમાં જ્ઞાનીની પાસે જાય છે ત્યારે તે તેમની શુકલ લેશ્યા કે આભામંડળને નહીં જોઈ શકતો હોવા છતાં જ્ઞાનીના સાનિધ્યમાં તેને શાંતિનો અનુભવ થતો હોય છે. આ પ્રગટ અનુભવ એમ સૂચવે છે કે સમવસરણમાં દેશના સમયે પરમાત્માના ભામંડળના તેજને કારણે તેમાંથી નીકળતા પ્રકાશમય શીતળ કિરણોને કારણે જીવોને અનેરી શાંતિનો અનુભવ થાય. આધિ-વ્યાધિ અને ઉપાધિથી ત્રસ્ત જીવો પોતાના સઘળાં દુઃખો ભૂલી જઈ આભામંડળના તેજમાં પરમશાંતિને વેદે છે અને જાતીસ્મરણજ્ઞાનનો દિવ્ય અનુભવ પણ કરે છે.
ભામંડળના તેજ વિશે વિચારણા
અહીં કોઈને એમ પ્રશ્ન થાય કે આભામંડળ હજારો સૂર્યથી વધુ તેજસ્વી હોવા છતાં તેમાં ચંદ્રની શીતળતા કરતાં પણ અધિક શીતળતાનો અનુભવ કઈ રીતે થાય? આ પ્રશ્ન તર્કની દૃષ્ટિએ ઊભો થઈ શકે તેવો છે પણ તે પ્રશ્ન ઊભો કરનાર બુદ્ધિ સ્વયં અજ્ઞાનીની બુદ્ધિ છે. કારણકે પરમાત્માના તેજની જે વાત અહીં કરવામાં આવી છે તે તેજનું વર્ણન કરવા માટે કોઈપણ પદાર્થ જગતને વિશે યોગ્ય ગણાતો નથી. વળી તે ભામડંળની શોભા અને તેજનું વર્ણન બુદ્ધિના વિષયની બહારની વાત છે. ઇન્દ્રિયો કે બુદ્ધિ દ્વારા કોઈ પદાર્થ આ વર્ણનની તુલનામાં આવી શકે તેમ નથી. એટલા માટે સૂરજ અને ચંદ્ર બેના સમન્વય દ્વારા ભામંડળના તેજની વાત કરી છે. આપણે ધોમ ધખતા તાપમાં મધ્યાહ્ન કાળના એક જ સૂરજના પ્રખર તાપની સામે જોઈ શકતા નથી તો અહીં તો હજારો સૂરજના પ્રકાશ જેવા પ્રકાશની વાત કરવામાં આવી છે. અને તે પ્રકાશ દાહકતારહિત અને શીતળતાવાળો છે તેમ જણાવ્યું છે. આમ, ભામંડળના પ્રકાશનું વર્ણન ઇન્દ્રિયાતીત વિષય છે. છતાં તેને સમજાવા માટે બે પદાર્થોના
Jain Education International
www.jainelibrary.org
For Private Personal Use Only
(૨૨૨)