________________
લેશમાત્ર તફાવત નથી. પરંતુ જગતના જીવોએ આત્માને અત્યંત ગૌણ કરી આત્મા સિવાય બીજે બધે પોતાના ઉપયોગ અને પરિણામ રાખ્યા હોવાથી તેઓ અનાથ છે. પોતાના આત્મસ્વરૂપને અત્યંત ગૌણ કરીને જે ત્રણ કાળમાં પોતાનું નથી તેમાં તે પોતાનું હોવાની એકત્વબુદ્ધિ કરી છે. અર્થાત્ ધન, વૈભવ, સ્ત્રી, પુત્ર, પરિવાર સર્વ સંબંધો અને જડ શરીરને વિષે એકત્વ બુદ્ધિ કરેલ હોવાથી આ જીવ ખરેખર અનાથ છે. સમસ્ત લોકના સર્વજીવોને અનાથ અને પરમાત્માને સર્વ જીવોના નાથ કહેવાનું તાત્પર્ય શું છે? નિગોદમાંથી નિકળી પરમાત્મપદ સુધીની યાત્રા કરનાર જિનેશ્વર ભગવંતને જગતના સર્વ જીવો તરફ ભારે કરુણા છે. કરુણા શબ્દ અત્યંત મૂલ્યવાન છે. કોઈના પર કોઈ દયા કરે ત્યારે દયા કરનાર અને દયા પામનાર વચ્ચે નાના મોટાનો ભેદ હોય છે. દયા સૂક્ષ્મ રીતે અહંકારને પુષ્ટ કરનાર પણ ગણી શકાય, પરંતુ કરુણાની શી વાત કરવી? કરુણા આપવાનો ગુણ છે કરુણા ઉચ્ચ નીચનો ભેદ જોતી નથી. કરુણા પાત્ર કુપાત્રની ભેદરેખા તોડતી નથી. ઉપવનમાં ખીલેલું ફૂલ તેની સુગંધ પ્રસરાવે છે. ફૂલની પાસેથી સંત નીકળે કે ચોર નીકળે તે સુવાસ જ આપે છે. સૂરજના કિરણોથી સમસ્ત પૃથ્વી પ્રકાશિત થાય છે. સૂરજનું તેજ ગરીબ-તવંગર સૌના ઘરમાં જાય છે. ફૂલ અને સૂરજનો ધર્મ સુગંધ અને પ્રકાશ આપવાનો છે, તેજ રીતે સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા ઋષભજીણંદની કરુણા સમસ્ત લોકના સર્વ જીવો તરફ એકસમાન છે. એટલે જ તો એક સ્તવનમાં કહેવાયું છે કે
હે કરુણાના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી” ઉપરની વિગતો ઉપરથી સ્પષ્ટ થાય છે કે શા માટે પરમાત્માને જગતના ભૂપણ સમાન અને સર્વ જીવોના નાથ કહેવામાં આવ્યા છે. પરમાત્માના સાચા ગુણને ગ્રહણ કરે તે પરમાત્મા થાય.
આ શ્લોકમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ પૃથ્વી ઉપર તમને તમારા વાસ્તવિક સત્યગુણોથી સ્તુતિ કરનારા જીવો તમારા જેવા થાય છે તેમાં કાંઈ પણ આશ્ચર્ય નથી. આ બાબત જરા વિસ્તારથી સમજીએ. પહેલી વાત એ છે કે પરમાત્માના વાસ્તવિક સત્ય ગુણોથી પરમાત્માની સ્તુતિ કરનાર પરમાત્મા જેવા થાય છે. એનો અર્થ એમ પણ ઘટાવી શકાય કે પરમાત્માના વાસ્તવિક સત્યગુણોવાળી વ્યક્તિ જ પરમાત્માની યથાર્થ સ્તુતિ કરી શકે છે. અને પોતે પરમાત્મા જેવા થાય છે. બીજી રીતે એમ પણ કહી શકાય કે પરમાત્માના ગુણોને ગૌણ કરીને પરમાત્માની સાચી સ્તુતિ થઈ જ ના શકે અને કદાચ કરવામાં આવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org