________________
વર્તમાનમાં આપણે બીજાના અહંકારને જે રીતે છંછેડ્યો હતો તેનું બદલારૂપે થતું વર્તમાનમાં પુનરાવર્તન છે.
ખોટી અને સાચી ભક્તિનું વિશ્લેષણ આ શ્લોકમાં પ્રારંભમાં જ એમ જણાવ્યું છે કે હે પ્રભુ! આપના નામને જે હૃદયમાં ધારણ કરે છે. તેણે હૃદયમાં નાગદમની મંત્ર ધારણ કર્યો હોય તેવી તેની સ્થિતિ છે. તાત્પર્ય એ છે કે નાગદમની મંત્ર દ્વારા નાગ વશ થાય છે. તેવી રીતે પરમાત્માને હૃદયમાં ધારણ કરવાથી ક્રોધનો સર્વથા અભાવ થાય છે. અહીં પ્રશ્ન એ થાય કે પરમાત્માનું નામ લેનારા પરમાત્માના નામનો જપ કરનારા, પરમાત્માની માળા ફેરવનારા અને પરમાત્માની પૂજા કરનારા અસંખ્ય લોકો એકી અવાજે એમ પૂછી શકે તેમ છે કે અમે આટલું-આટલું કરીએ છીએ; છતાં અમારા હૃદયમાંથી ક્રોધનો સર્વથા અભાવ કેમ થયો નથી? આ લોકોની વાત પણ સાચી છે. પણ જો જીવ વિચાર કરે કે પ્રભુ પ્રત્યે મારા પ્રેમનું ઊંડાણ કંચન અને કામિની પ્રત્યેના પ્રેમના ઊંડાણ જેટલું છે? ઉપલક દૃષ્ટિએ પરમાત્માને પરંતુ હૃદયમાં કંચન અને કામિની તરફ મોહ રાખી માત્ર હોઠ ફફડાવી ને કરોડો જાપ કરે તો શું ક્રોધનો અભાવ થઈ શકે?
આ શ્લોકમાં પરમાત્માને - પ્રભુના નામ અને હૃદયમાં ધારણ કરવાની જે વાત કરી છે તે આ અર્થમાં મૂલવી શકાય કે, એ વ્યક્તિના હૃદયમાં પરમાત્મા તરફ એવી ભક્તિ જાગે કે જ્યારે તે એમ કહી શકે કે, “હૃદયના સર્વે ધબકારે તમારું નામ ગુંજે છે.” અહીં નામના ગુંજનનો અર્થ કેવળ ભગવાનના નામનો નથી પરંતુ પરમાત્માના ગુણોનું હૃદયમાં ગુંજન થાય તે છે. તેવા ગુણો તરફ ભક્તિ થાય છે, તેવા ગુણો તરફ સમર્પણ થાય છે. આમ, આ રીતે પરમાત્મા તરફ જે ભક્તિવંત અને સમર્પિત છે, જેનાં હૃદયના સર્વ ધબકારે પ્રભુનું નામ ગુંજે છે તેવા ભક્તની સામે ક્રોધરૂપી એક નહીં પણ અનેક નાગના ટોળા ચાલ્યા આવતા હોય તો પણ તેના હૃદયમાં શાશ્વત શાંતિ પ્રવર્તે છે. અને તેના પ્રત્યેક વર્તનમાં તે ક્ષમાના સાગરની જેમ વર્તે છે. આમ, આ શ્લોક પણ ઉત્તમ બોધને આપનાર છે.
Jain Education International
www.jainelibrary.org
For Priyate & Personal Use Only
(૧૪૯)