________________
કાળજી તેની માતા લે છે. નવજાત શિશુને જન્મ વખતે તે ભાન નથી કે પોતે કોણ છે. તો મોટો થઈને પહેલી જ વખત નિશાળે ભણવા જાય ત્યારે પણ તેનું સમર્પણ માતા તરફ હોય છે. અને તે કાંઈ જ નહોતો સમજતો ત્યારે અને થોડું ઘણું સમજતો થાય છે ત્યારે દરેકે દરેક સમયે તેની પૂરેપૂરી કાળજી માતા લે છે. માતાના ગુણ અને મહિમા અપરંપાર છે. મનુષ્યના જગતમાં જો માતાનું આવું વિરલ સ્થાન હોય તો જે મનુષ્ય બુદ્ધિમાન હોય, શાસ્ત્રોને ભણેલો હોય, સંસારી હોય કે ત્યાગી હોય તે ગમે તે અવસ્થામાં કે ગમે તે સ્થિતિમાં હોય પણ પોતાનો અહં ભૂલી તેને સર્વથા વિસ્તૃત કરી પરમાત્માના ચરણનું શરણ લેતો પરમાત્માને જાત સોંપી દેવામાં આવે પછી આપણા કલ્યાણની જવાબદારી પરમાત્મા સ્વીકારી લે છે. અહંકારયુક્ત જીવ અહં શુન્યતાનો માર્ગ પસંદ કરી પરમાત્માનું શરણ સ્વીકારે છે ત્યારે બીજો કોઈ પરમાત્મા નહીં પરંતુ તેની પોતાની અંદર રહેલા આત્મા તેને પરમાત્મપદ સુધી લઈ જાય છે. આ રીતે આ સ્તોત્રના રચનાકાર આચાર્ય ભગવંત માનતુંગસૂરીશ્વરજી સમર્થ કવિ છે, પ્રખર જ્ઞાની છે, અને પ્રભુને સમર્પિત હોવાથી પરમભક્તિવાળા છે. પ્રભુ તરફ તેમના હૃદયમાંથી જે ભક્તિગંગા વહી છે તેના કારણે આ શ્લોકની રચના થઈ છે. વળી તેઓ એમ જણાવે છે કે તેઓ આ સ્તોત્રરૂપી પુષ્પમાળા જ્ઞાનાદિ ગુણ વડે તેમણે ગૂંથેલી છે. અહીં પણ તેમની વિનમ્રતા અને પરમાત્મા તરફ ભક્તિ પ્રગટ થાય છે કે જ્યારે તેઓ પ્રભુ તરફ સમર્પિત થયા ત્યારે જ્ઞાનાદિ ગુણની જે અનુભવ ધારા પ્રગટી તે અનુભવ ધારામાંથી અદ્દભુત ગૂંથણી કરીને તેમણે આ સ્તોત્રની રચના કરી છે. આ સ્તોત્રનો પાઠ કરનારને તે કલ્પવૃક્ષની જેમ જે
માગે તે આપે છે. આ સ્તોત્રને તેમણે મનોહર અક્ષરોરૂપી પુષ્યોવાળી માળા કહી છે. પુષ્પો અત્યંત કોમળ હોય છે અને પુષ્પ પરમાત્માને ચડાવવામાં આવે છે. પુષ્પ જે રીતે પ્રભુને સમર્પિત થાય છે તે રીતે આ પુષ્પમાળારૂપી સ્તોત્રને ધારણ કરી પ્રભુને સમર્પિત થવાનું સૂચન કવિ આપે છે. આ અક્ષરોરૂપી પુષ્પમાળા સ્તોત્રરૂપે અમર થઈ ગઈ છે. દરેક ભાવિકજનોના હૃદયમાં તેનું સ્થાન છે. જૈન કુળમાં જન્મેલા દરેકેદરેકને શ્રી ભક્તામર સ્તોત્રનો પરિચય પણ છે અને તેના તરફ ભક્તિભાવ પણ છે. આ ભક્તામર સ્તોત્રના નિરંતર સ્મરણ પઠન પાઠનથી થતાં વિવિધ પ્રકારોના લાભોનો અનુભવ પણ ઘણાએ કરેલો છે. આચાર્ય ભગવંત એમ જણાવે છે કે આ સ્તોત્રરૂપી પુષ્પમાળા નિરંતર કંઠમાં ધારણ
Jain Education International
For PT
gessonal Use Only
www.jainelibrary.org