________________
ઉપદેશરહસ્ય જેવા અનેક ગ્રંથોનો સ્વાધ્યાય કરાવ્યો છે. તો બીજી બાજુ, સમયસાર જેવા નિશ્ચયનયના કઠિન ગ્રંથોનો પણ સ્વાધ્યાય કરાવ્યો છે.
આ પુસ્તકમાં શ્રી મનુભાઈએ ભક્તામરના પ્રત્યેક શ્લોકની છણાવટ કરી તેમાં રહેલા રહસ્યને ખોલી આપવા પ્રયત્ન કર્યો છે. સ્તોત્રકાર આચાર્ય ભગવંતના શબ્દોમાં રહેલી નમ્રતા દ્વારા સામાન્ય જીવની ક્ષુદ્રતા અને વીતરાગ ભગવત વિશે વપરાયેલા શબ્દોમાંથી પ્રગટ થતી જિનેશ્વરદેવની ઉત્તમતાને તેમણે ક્રમે-કમે સરળ શબ્દોમાં સમજાવી છે. અને આમ, સમગ્ર સ્તોત્રનું સરળ શબ્દોમાં, સાથે જ પોતાના દ્રષ્ટાંત-દાખલાઓ આપીને, રહસ્યોદ્ઘાટન કર્યું છે. શ્રીમનુભાઈનું હૃદય એક ભક્તનું નિર્મળ હૃદયછે. આવા નિર્મળ આયના જેવા હૃદયમાં ઝીલાયેલા ભક્તામરસ્તોત્ર જેવા સર્વકાલીન ઉત્તમ સ્તોત્રનું પ્રતિબિંબ આ પુસ્તક દ્વારા અનેક ભાવિકો ઝીલશે અને લાભાન્વિત થશે તેની મને ખાતરી
તા. ૨૮-૨-'૯૮
રમણીક શાહ
અધ્યક્ષ, પ્રાકૃત – પાલિ વિભાગ, ગુજરાત યુનિવર્સિટી,
અમદાવાદ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org