________________
ભાવાર્થ :
હે પ્રભુ! સંતજનો આપને ક્ષયરહિત, પ્રભુ, અચિત્ય, ગુણ સંખ્યારહિત, પહેલા તીર્થકર બ્રહ્મરૂપ ઈશ્વર, અનંત, કામનો નાશ કરવાને કેતુ સરખા યોગીશ્વર, યોગવેત્તા, અનેક, એક જ્ઞાનસ્વરૂપ તથા પાપમલથી રહિત કહે છે. ર૪ll
ભક્તામર શ્લોક ૨૫ બુદ્ધત્વમેવ વિબુધાચિતબુદ્ધિ બોધાત્, – શÉરોડસિ ભુવનરાય શÉરતાત્ | ધાતાસિ ધીર ! શિવમાર્ગવિધર્વિધાનાતુ, વ્યક્ત ત્વમેવ ભગવદ્ ! પુરુષોત્તમોડસિ / રપપી દેવે પૂજ્યા વિમળમતિથી છો ખરા પૂજ્ય આપ, ત્રિલોકીને સુખ દીધુ તમે તો મહાદેવ આપ; મુક્તિ કેરી વિધિ કરી તમે છો વિધાતા જ આપ, ખુલ્લું છે એ પ્રભુજી સઘળા ગુણથી કૃષ્ણ આપ. // ૨૫ //
ભાવાર્થ :
દેવોથી પૂજાયેલા હે પ્રભુ! પદાર્થોમાં બુદ્ધિનો પ્રકાશ કરવાથી તમે જ બુદ્ધછો. ત્રણ ભુવનના પ્રાણીઓને સુખ આપનાર હોવાથી તમે જ શંકર છો. હે ધીર! મોક્ષમાર્ગની વિધિના બતાવનાર હોવાથી તમે જ ધાતા સર્જનહાર છો. હે ભગવાન! તમે જ પ્રગટ રીતે પુરુષોને વિષે ઉત્તમ હોવાથી પુરુષોત્તમ છો. |રપો.
ભક્તામર બ્લોક ૨૬ તુભ્ય નમસ્ત્રિભુવનાર્તિહરાય નાથ! તુભ્ય નમઃ ક્ષિતિતલાલ ભૂષણાય ! તુભ્ય નમસ્ત્રિજગત: પરમેશ્વરાય. તુભ્ય નમો જિન! ભવોદધિશો ગણાય || રદી, થાઓ મારા નમન તમને દુ:ખને કાપનારા, થાઓ મારા નમન તમને ભૂમિ શોભાવનારા; થાઓ મારા નમન તમને આપ દેવાધિદેવા,
થાઓ મારા નમન તમને સંસ્કૃતિ કાળ જેવા. / ર૬ |. ભાવાર્થ : હે નાથ! ત્રણ લોકની પીડા હરનાર તમને નમસ્કાર હો. હે પૃથ્વીના
For Prive(93) rsonal Use Only
Jain Education International
www.jainelibrary.org