________________
ભક્તામર શ્લોક ૩૫ भिन्नेभकुम्भगलदुज्ज्वलशोणिताक्त, - मुक्ताफलप्रकरभूषितभूमिभागः । बद्धक्रमः क्रमगतं हरिणाधिपोऽपि,
नाक्रामति क्रमयुगाचलसंश्रितं ते ।।३५।। ભાવાર્થ :
હે ભગવા! વિદારેલા હાથીના કુંભસ્થળમાંથી પડેલા રુધિરથી ખરડાયેલા ઉજ્જવળ મોતીના સમૂહવડે પૃથ્વીને શોભાવનાર, ફાળ ભરવા માટે (બે પગ) ભેગા કર્યા છે, જેણે એવો સિંહ પણ પોતાની એક જ ફાળમાં આવેલા તમારા ચરણાતિ સેવકને મારી શકતો નથી. અર્થત તમારા આશ્રિત સેવકને સિંહ પણ મારી શકતો નથી. રૂપા
પ્રભુના ભક્તને કોઈ હણતું નથી. શ્રી ભક્તામર સ્તોત્રના પાંત્રીસમા શ્લોકમાં એમ જણાવાયું છે કે વનરાજ સિંહ હાથી જેવા હાથીને પણ હણી શકે છે. હાથીના કુંભસ્થળમાં મહાભયાનક પ્રહાર કરીને સિંહ હાથીને હણે છે. આવી રીતે સિંહ દ્વારા જ્યારે હાથી હણાયછે ત્યારે એક બાજુ તેના કુંભસ્થળમાંથી રુધિર નીકળે છે અને તે કુંભસ્થળમાં રહેલા મોતીઓ પૃથ્વી ઉપર પડીને પૃથ્વીને સુશોભિત કરે છે. આવો ખૂંખાર વનરાજ સિંહ પણ ફાળ ભરવા માટે બે પગ ભેગા કરીને તૈયાર થઈ ચૂક્યો હોય અને તેને જેનો શિકાર કરવો હોય તેનું મૃત્યુ પણ નિશ્ચિત થઈ ચૂક્યું હોય તેવી કટોકટીની પળમાં પણ અન્ય મનુષ્યોના મૃત્યુ થાય છે જ્યારે તમારા આશ્રિત સેવકને તે સિંહ હણતો નથી. ટૂંકમાં, હે પ્રભુ! જે તમને ભજે છે, જે તમારો સેવક છે તેને મારવા માટે તત્પર થયેલો સિંહ પણ પોતાના શિકારને અજ્ઞાતપણે કોણ જાણે કેમ તે છોડી દે છે. આ રીતે અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે મરણતુલ્ય ઉપાધિમાંથી પણ તમારો સેવક મુક્ત થાય છે. સિંહ, હાથી અને ગજમુક્તા અનુક્રમે મિથ્યાત્વ,
અહંકાર અને સમ્યકત્વના પ્રતીક છે.
આ જ પ્રકારના ચોત્રીસમા શ્લોકમાં આપણે વિસ્તારથી ભય વિશે વિચારેલું અને પ્રભુનો સેવક કેવી રીતે અભયપદને પ્રાપ્ત કરે છે તેની વાત કરી
Jain Education International
For Prate & Personal Use Only
(૧૪૧)
www.jainelibrary.org