________________
ભક્તામર બ્લોક ૯ आस्तां तव स्तवनमरतसमस्तदोष, त्वत्सडकथाऽपि जगतां दुरितानि हन्ति । दूरे सहस्त्रकिरणः कुरुते प्रभैव, पद्माकरेषु जलजानि विकासभाञ्जि || ९ ||
ભાવાર્થ :
હે સ્વામીન્ ! સમસ્ત પ્રકારના દોષને નાશ કરનારું તમારું સ્તવન તો દૂર રહ્યું માત્ર તમારી આ ભવ અને પરભવની ચરિત્રની કથા જ અથવા તમારું નામ સ્મરણ ત્રણ જગતના પ્રાણીઓના પાપનો નાશ કરે છે. જેમ સૂર્ય તો દૂર રહે માત્ર તેના કિરણોની કાંતિ સરોવરમાં રહેલ કમળોને વિકસિત કરે છે. || ૯ ||
પરમાત્માનું સ્તવન કઈ રીતે સમસ્ત દોષોનો નાશ કરનાર છે ?
નવમા શ્લોકના પ્રથમ ચરણમાં એમ કહેવામાં આવ્યું છે કે હે સ્વામી! તમારું સ્તવન સમસ્ત પ્રકારના દોષનો નાશ કરનારું છે. આ અર્થગંભીર અને રહસ્યપૂર્ણ શ્લોકની એક એક પંક્તિને વિગતથી અને વિસ્તારથી સમજવી આવશ્યક છે. અગાઉના શ્લોકમાં આપણે જોયું કે સ્તવન કરવા કોણ સમર્થ હોય છે? સ્તોત્રની રચના કરવાની પાત્રતા ક્યારે આવે? અને તે પાત્રતા એવી તે કેવી ઉચ્ચ કોટિની હોય કે સમસ્ત દોષોનો નાશ કરે? ભૌતિક કે લૌકિક વિષય ઉપર હજારો કાવ્યની રચના કરનારા કે રાજાના ગુણગાન કે સ્તુતિની રચના કરનારા અને તે પ્રકારના અનેક કાવ્યગ્રંથોની રચના કરનારા કવિઓની સંખ્યા જગતમાં ઓછી નથી. તેવા કવિઓની રચના જગતના લોકોનું ચિત્ત હરનાર કે વિશ્વમાં પ્રશંસા પામનાર હોય તો પણ તેમાં આત્માના ગુણોનું પ્રતિબિંબ હોતું નથી. તેમાં પરમાત્માની સર્વજ્ઞતા કે તેમના ગુણો પ્રતિબિંબિત થતા નથી. લૌકિક વિષયથી વિરક્ત થયેલો આત્મા જ્યારે સંસારના પદાર્થો અને તેમાં તેણે માનેલા સુખની નિરર્થકતાનો અનુભવ કરે છે ત્યારે પોતે જે સુખની ભ્રાંતિમાં હતો, અર્થાત્ ભ્રાંત કલ્પનામાં હતો તેનું તેને સ્વાનુભવના બળ ઉપર સ્પષ્ટ દર્શન થાય છે. આ રીતે ભ્રાંતિ તૂટતાં તે સાચા સુખની શોધમાં નીકળેછે. પરમાત્માના
Jain Education International
For Private & Personal Use Only
(૫૬)
www.jainelibrary.org