________________ લેખક ' લેખક નો પરિચય ગુ જરાત યુનિવર્સિટીના ભાષાભવનમાં આવે લા પાલી અને પ્રાકૃત વિભાગના અધ્યક્ષ ડૉ. શ્રી રમણીક એ મ. શાહે લખે લી આ ગ્રંથની પ્રસ્તાવનામાં થી લેખકના પરિચય વિશેના કેટલાક અંશો નીચે જણાવ્યા છે. મનુભાઈ દોશી શ્રી મનુભાઈ દોશી સાચા અર્થમાં ખરેખર સાધક રહ્યા છે. છેલ્લા કેટલાંય વર્ષોથી તેમણે નિરંતર જ્ઞાન સાધનાનો એક લઘુયજ્ઞ આરંભ્યો છે. મનુષ્યોના શરીરના વીમા ઉતારતા-ઉતારતા તેઓને આત્માના વીમાની વધારે જરૂર લાગી. તેમાંથી શરૂ થઈ આધ્યાત્મિક ચિંતનની મથામણ અને પરિણામ સ્વરૂપે આપણી પાસે આવે છે આ પુસ્તક. ( આમ તો, શ્રી મનુભાઈ મારા બાલ સહાધ્યાયી હતા અને બચપણથી તેઓ સાહિત્ય રસિક અને કવિ હોવાનું મને સ્મરણ છે. તેઓ જીવન વીમા નિગમમાં ડેવલપમેન્ટ ઓફિસર હતા ત્યારે તેમના સંગઠનમાં વિભાગીય મહામંત્રી અને રાષ્ટ્રીય કારોબારીના સભ્ય હોવાના નાતે એક પ્રખર વક્તા તરીકે તેમની જોશીલી જબાન અને સિંહ ગર્જનાવાળી વાણી સાંભળવા દેશભરના તેમના સાથીઓ ઉત્સુક રહેતા. આ ઉપરાંત " નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ પામિસ્ટ્રી એન્ડ એસ્ટ્રોલોજી”ના તેઓ આદ્યસ્થાપક અને " એસ્ટ્રોલોજીકલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ગુજરાત''ના મહામંત્રી હતા. તેમને વિવિધ સંસ્થાઓ દ્વારા જ્યોતિષની અનેક પદવીઓથી નવાજવામાં આવ્યા છે. પરંતુ ન્યાય વિજય વિદ્યોત્તેજક ટ્રસ્ટ દ્વારા આજ સુધી ગુજરાતમાં બે જ જ્યોતિષીઓનું બહુમાન કરવામાં આવ્યું છે (તેમાનાં તે એક છે). ફળાદેશ ઉપરની અદ્ભુત પક્કડ અને સચોટતાના કારણે ટ્રસ્ટ દ્વારા તેમને “જ્યોતિષ ફલિત શિરોમણિ'ની પદવી આપી તેમનું બહુમાન કરવામાં આવ્યું છે. મારી જાણ પ્રમાણે છેલ્લા 12-13 વર્ષથી તેમણે અનેક સાધુ, સાધ્વીજી મહારાજોને તત્ત્વજ્ઞાનના ઊંડા ગ્રંથોનો સ્વાધ્યાય કરાવ્યો છે. અને જ્યોતિષ વિદ્યા પણ શીખવી છે. ( આ પુસ્તકમાં શ્રી મનુભાઈએ ભક્તામરના પ્રત્યેક શ્લોકની છણાવટ કરી તેમાં રહેલા રહસ્યને ખોલી આપવા પ્રયત્ન કર્યો છે. શ્રી મનુભાઈનું હૃદય એક ભક્તનું નિર્મળ હૃદય છે. આવા નિર્મળ આયના જેવા હૃદયમાં ઝીલાયેલા ભક્તામરસ્તોત્ર જેવા સર્વકાલીન ઉત્તમ સ્તોત્રનું પ્રતિબિંબ આ પુસ્તક દ્વારા અનેક ભાવિકો ઝીલશે અને લાભાન્વિત થશે તેની મને ખાતરી છે. Jain Education inte mational For Private & Personal Use Only www.jainelibrary.org