________________
ભાવાર્થ :
હે નાથ ! હેષરૂપી ધુમાડા અને કાળદશારૂપી વાટ રહિત તથા સ્નેહરૂપી તેલ રહિત એવા તમે આ સમસ્ત ત્રણ જગતને પ્રકાશિત કરો છો. આ રીતે તમે જગતને પ્રકાશિત કરનાર અલૌકિક દીવારૂપ છો. કેમ કે તમારા જ્ઞાનરૂપ દીપકને જેણે પર્વતોને ચલિત કર્યા છે. તે પ્રલયકાળનો પવન પણ કાંઈ કરી શકતો નથી || ૧૬ |
ભક્તામર શ્લોક ૧૭ નાસ્ત કદાચિદુપયાસિ ન રાહુગમ્ય , સ્પષ્ટીકરોષિ સહસા યુગપજ્જગત્તિ ! નાખ્ખો ધરોદર નિરુદ્ધમહાપ્રભાવ:
સૂર્યાતિશાયિ મહિમાડસિ મુનીંદ્ર! લોકે // ૧૭ જેને રાહુ કદી નવ ગ્રસે અસ્ત થતો નથી જે. આપ સૌને પ્રભુ રુપ રવિ તેજ લોકો મહીં જે; જેની કાંતિ કદી નવ હણે, વાદળાઓ સમીપે,
એવો કોઈ અભિનવ રવિ આપનો નાથ દીપે. // ૧૭ છે. ભાવાર્થ :
હે મુનીન્દ્ર! આ જગતમાં તમારો મહિમા સૂર્યથી પણ અધિક છે. કેમકે તમે કોઈપણ વખત અસ્ત પામતા નથી. રાહુ વડે ગ્રસિત થતા નથી. તત્કાળ એકી વખતે ત્રણે જગતને પ્રકાશિત કરો છો. તથા મેઘના મધ્યભાગ વડે તમારો મહાપ્રભાવ રોકાતો નથી. આથી તમને સૂર્યની ઉપમા આપવી યોગ્ય નથી. II૧૭ની
ભક્તામર બ્લોક ૧૮ નિત્યોદય દલિતમોહમહાકાર, ગમ્ય ન રાહુ વદનસ્ય ન વારિકાનામ્ | વિભ્રાજવે તવ મુખાજમનલ્પકાન્તિ, વિદ્યોતજ્જગદપૂર્વ શશાબિચ્છમ્ // ૧૮. શોભે રૂડું મુખ પ્રભુતણું મોહ જેનાથી થાકે, જેને રાહુ પણ નવ ગ્રસે વાદળાંઓ ન ઢાંકે; શોભે એવો મુખશશિ અહા હે પ્રભુ આપ કેરો, જે દીપાવે જગત સઘળું ચંદ્ર જાણે અનેરો. || ૧૮ //
Jain Education International
For Private
jersonal Use Only
www.jainelibrary.org