________________
વિવેચનમાં ઉપર જણાવ્યું તેમ રાગ અને દ્વેષથી એકત્વ બુદ્ધિ કરી, તેને પોતાનો સ્વભાવ માની આ જીવ અનંતકાળ વીતવા છતાં ભવભ્રમણથી મુક્ત થઈ શક્યો નથી. ક્યારેક તે આગિયાનો પ્રકાશ છે તો ક્યારેક કોડિયાનો, આ દશા સામાન્ય જીવોની છે. જ્યારે પરમાત્મા ઋષભ જિનેશ્વર રાગ દ્વેષથી રહિત છે. સર્વ-કર્મનો ક્ષય કર્યો છે. સર્વ કાર્યોનો નાશ થયો છે. તેથી પરમાત્મા એક એવા દીપક સમાન છે જે અનુપમ અને અદ્વિતીય છે. સૂરજનો પ્રકાશ તો ફક્ત પૃથ્વીને અજવાળે છે, પરંતુ પરમાત્માનો પ્રકાશ ત્રણેલોકને પ્રકાશિત કરે છે.
પરમાત્મા સર્વજ્ઞ છે. પરમાત્માનો જ્ઞાનરૂપી દીપક અવિચળ અને અડોલ છે. વિભાવમાં રહેલા આત્મદીપને તે વિભાવમાં હોવાથી રાગ કે શ્રેષરૂપી પવનની નાની લહેર પણ પ્રકંપિત કરી શકે છે. પરંતુ સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા ઋષભ જિનેશ્વરના જ્ઞાનરૂપી દીપકને પરમાત્મા સમયે-સમયે નિત્ય નિરંતર નિજ સ્વભાવમાં હોવાથી પર્વતો ને ચલિત કરનાર પ્રલયકાળનો પવન તેમના પરમાત્મ દીપકને સહેજ પણ ચલિત કરી શકતો નથી. જરા પણ પ્રકંપિત કરી શકતો નથી. કેમકે આ જ્ઞાનદીપ તે પરમાત્મદીપ છે અને દીપકની સ્વભાવરૂપી તોતિંગ દિવાલોનું આરક્ષણ છે. તો કોઈપણ પ્રકારનો પવન કેવી રીતે તેને પ્રકંપિત કરી શકે? અર્થાત્ પરમાત્મા ખરેખર અલૌકિક દીપક સમાન છે. ત્રણે લોકને પ્રકાશિત કરનાર છે. અને પર્વતોને ચલિત કરનાર પ્રલયકાળનો પવન પણ તેમની દીપશીખાને લેશમાત્ર પ્રકંપિત કરી શકતો નથી.
Jain Education International
For Private
Personal Use Only
www.jainelibrary.org