________________
ભાવાર્થ :
જેમના શરીર પગથી મસ્તક સુધી મોટી સાંકળોથી બાંધેલા હોય અને જેમના સાથળો બેડીના અગ્રભાગથી અત્યંત ઘસાતા હોય એવા મનુષ્યો પણ છે સ્વામી! નિરંતર તમારા નામરૂપ મંત્રનું (ૐ ઋષભાય નમઃ ) સ્મરણ કરવાથી તત્કાળ પોતાની મેળે બંધનથી ભયરહિત થઈ જાય છે. ૪૨
ભક્તામર શ્લોક ૪૩ માદ્વિપેન્દ્ર-મૃગરાજ-દવાનલાહિસંગ્રામ-વારિધિ-મહોદર-બંધનોત્થમ્ । તસ્યાશ નાશમુપયાતિ ભયં ભિષેવ, યસ્તાવકું સ્તવમિમંમતિમાનધીતે ।।૪।।
ગાંડા હાથી સિંહ દવ અને સર્વ શુદ્ધ થયેલી, અધ્ધિ કેરી ઉદર દરદે બંધને કે બનેલી; એવી ભીતિ ઝટપટ બહુ તેમની તો હરે છે, જેઓ મારું સ્તવન પ્રભુજી પ્રેમથી રે કરે છે. II ૪૩ ||
ભાવાર્થ :
જે બુદ્ધિમાન મનુષ્ય તમારા સ્તોત્રનો નિરંતર પાઠ કરે છે તેને મદોન્મત્ત હાથી, સિંહ, દાવાનળ, સર્પ, યુદ્ધ, સમુદ્ર, જલોદર અને બંધન એ આઠથી ઉત્પન્ન થયેલો ભય જાણે પોતે જ ભય પામ્યો હોય તેમ શીઘ્ર નાશ પામેછે. ૪૩ ભક્તામર શ્લોક ૪૪
સ્તોત્રસર્જ તવ જિનેન્દ્ર ! ગુણૈર્નિબદ્ધાં, ભક્ત્વા મયા રુચિ૨વર્ણવિચિત્રપુષ્પાન્ । ધત્તે જનો ય ઇહ કંઠગતામજä ; તં માનતુઙ્ગમવા સમુપૈતિ લક્ષ્મીઃ ।।૪૪)
જેને ગૂંથી ગુણ ગણ રૂપે વર્ણ ફૂલે રમુજી, એવી માળા વિવિધ વિધિએ આપની હે પ્રભુજી; તેને જેઓ નિશદિન અહા કંઠમાંહે ધરે છે, તેઓ લક્ષ્મી સુખેથી જગમાં માનતુંગી વરે છે. ॥ ૪૪ ॥
ભાવાર્થ :
હે જિનેશ્વર! મેં ભક્તિથી કરેલી પૂર્વોક્ત જ્ઞાનાદિ ગુણોથી ગૂંથેલી તથા મનોહર અક્ષરોરૂપી વિચિત્ર પુષ્પોવાળી તમારા સ્તોત્રરૂપી માળાને આ જગતમાં
Jain Education International
www.jainelibrary.org
For Private & Personal Use Only
(૨૨)