________________
પાંચ ઇન્દ્રિયો વડે સ્પર્શ, રસ, રૂપ, ગંધ, શ્રવણ ઇત્યાદિના જે જીવ બહારમાં અનુભવ કરે છે તે અનુભવોની નિરર્થકતાનો નિર્ણય કરી અને તે જ પંચેન્દ્રિયોને અંદર વાળી અંતર્મુખતા માટેનો ઉગ્ર પુરુષાર્થ કરે તો તેને અવશ્ય અવનવા અદ્ભુત અને ચમત્કારિક અનુભવ થાય. બંધ આંખે ધ્યાનમાં પ્રારંભમાં પ્રભુના મુખચંદ્રને બદલે અંધકાર દેખાય તો તેના દર્શન કરે તેવી જ રીતે દરેક ઇન્દ્રિયો વડે પ્રારંભમાં અંદરમાં ભલે વિભિન્ન પ્રકારના અનુભવ થાય; પરંતુ તે અનુભવ તરફ તે જાગૃત થઈ તેને ઝીલવાની તૈયારી અને પોતાની રુચિ અને પુરુષાર્થને ક્રમશ : જેમ જેમ વધારતો જશે તેમ તેમ વધતા ક્રમે સ્વાનુભૂતિ એક દિવસ અવશ્ય તેને સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા પ્રથમ તીર્થંકર શ્રી ઋષભ જિનેશ્વરના મુખચંદ્રનાં દર્શન કરાવશે. ભાવવિભોર બનેલા અને અતિન્દ્રિય રસાસ્વાદમાં ડૂબેલા એવા તેના મોહ અને પાપરૂપી અંધકારનો તો નાશ થાય જ છે. પરંતુ પ્રભુના મુખના આ દિવ્ય દર્શનથી તે જરા પણ ધરાશે નહીં અને એક સમયમાત્રના માટે પણ પ્રભુના મુખદર્શનથી તેના પ્રજ્ઞાચક્ષુ હટશે નહીં તેવી અર્થગંભીર રહસ્યપૂર્ણ વાત આચાર્ય ભગવંતે આ શ્લોક દ્વારા જણાવી છે.
*
Jain Education International
For Private & Personal Use Only
(૯૩)
www.jainelibrary.org