________________
3. સ્તોત્રની મહિમાવંતી કથાઓ
શ્લોક નં. ૧-૨ ની વાર્તા
બંધનમાંથી મુક્તિ
જૈન ધર્મનો જયજયકાર ઉજ્જૈન નગરીમાં તે સમયે રાજા ભોજ રાજ્ય કરતા હતા. તે શૈવધર્મી હતા. રાજ્યસભામાં જે પંડિતો હતા. તેમાંના ઘણાં લોકો જૈન ધર્મ તરફ પૂર્વગ્રહ રાખતા હતા. રાજાને પણ જૈન ધર્મ તરફ કોઈ ખાસ પ્રીતિ ન હતી. તે સમયે નગરમાં દેવચંદ શેઠ નામે એક ધર્મિષ્ઠ વેપારી શ્રાવક રહેતા હતા. દેવચંદ શેઠને ધર્મ ઉપર ખૂબ શ્રદ્ધા હતી. અને શ્રાવક ધર્મનું ઉત્તમ રીતે પાલન કરતા હતા. વળી, તેમને શ્રી ભક્તામર સ્તોત્ર ઉપર પણ અનન્ય શ્રદ્ધા હતી. તેમની ખ્યાતિ એક ઉત્તમ ધાર્મિક પુરુષ તરીકે નગરમાં ફ્લાયેલી હતી અને વખત જતાં તે રાજાના દરબાર સુધી પણ પહોંચી હતી.
ભોજ રાજાના શૈવધર્મી પંડિતોએ કાનભંભેરણી કરવાથી જૈનધર્મની પરીક્ષા કરવાના હેતુથી રાજાએ સેવકો દ્વારા દેવચંદ શેઠને દોરડાઓથી મુક્ટાટ બાંધીને નગરમાં પૂર્વદરવાજે આવેલા પાણી વિનાના એક અંધારા કૂવાના તળીયે ઉતારી દીધા. દેવચંદ શેઠ તો આ આપત્તિના સમયે એકાગ્રતાથી ભક્તિભાવપૂર્વક ભક્તામર સ્તોત્રના પહેલા અને બીજા શ્લોકનું સ્મરણ કરવા લાગ્યા. શેઠની ધર્મ શ્રદ્ધા ગજબની હતી. પાપનો ઉદય અને કર્મફળ સમજીને જરાપણ ચલિત થયા વિના આ સ્તોત્રના તે બંને શ્લોકના સતત જાપ કરતા. ત્રણ દિવસનો અઠ્ઠમ તપ થઈ ગયો. ત્યારે મધ્યરાત્રીએ અંધારા કૂવામાં પ્રકાશના તેજપુંજ રેલાયા. શ્રી ઋષભ તીર્થંકર પરમાત્માના શાસનદેવી ચકેશ્વરી માતા પ્રગટ થયાં. પરમાત્માના ભક્તને બંધનમાંથી મુક્ત કર્યા અને કિંમતી વસ્ત્ર તેમજ સુવર્ણ અને રત્નના અલંકારોથી માતાએ તેમની શ્રદ્ધાની જાણે કે પ્રશંસા કરી !
એક તરફ આમ બન્યું તો બીજી બાજુ કોણ જાણે કેમ રાજા ભોજ કોઈ વ્યાધિથી પીડાવા લાગ્યા. આ સમયે સેવકોએ રાજાને જણાવ્યું કે આનો ઉપચાર તો ધર્મપ્રેમી શેઠ દેવચંદ જ જાણે છે આથી રોગમુક્ત થવા માટે રાજાએ સેવકોને દેવચંદશેઠ પાસે મોકલ્યા. તેમને કૂવામાંથી બહાર કાઢી માન-પાનસહિત લાવવા જણાવ્યું. રાજાના કહેવાથી સેવકો દેવચંદ શેઠ પાસે આવ્યા ત્યારે તેમને શેઠને બંધનમુક્ત હાલતમાં અને કિંમતી વસ્ત્રોથી સજ્જ થયેલા જોઈ બધાને જૈન ધર્મ પર શેઠની શ્રદ્ધાના કારણે થયેલા ચમત્કારની ખાતરી થઈ. રાજાએ પણ આ
Jain Education International
For Privagonal Use Only
www.jainelibrary.org