________________
નથી. કદાચિત તે બીજાના કહેવાથી પોતાની કુળપરંપરા કે કુળધર્મના કારણે યથાર્થ માર્ગનો તે રીતે નિર્ણય કરે તો પણ તે માર્ગ ઉપર ટકી શકતો નથી, ચાલી શકતો નથી. અનાદિકાળથી બહિરાત્મદશા વાળા જીવને મિથ્યાત્વના કારણે આ રીતે ભવ-ભ્રમણ ચાલુ રહ્યું છે. તેનું આત્મદ્રવ્ય નિરંતર બહારમાં રોકાયેલું હોવાથી અનેક કામનાઓની પૂર્તિ અર્થે તેનું જીવન એ રીતે જ વ્યતીત થઈ જાય છે. કૂવામાંથી પાણી ભરેલી ડોલ બહાર ખેંચીને લાવવામાં આવતી હોય અને જો તે ડોલ કાણાંવાળી હોય તો કૂવામાંથી પાણી તે ડોલમાં પૂરું ભરાયેલું હોવા છતાં તે ડોલ ઉપર આવે ત્યાં સુધીમાં કાણાંમાંથી તે પાણી ફરી કૂવામાં પડી જતું હોવાથી ડોલ ખાલી જ બહાર આવે છે. આ રીતે આત્મદ્રવ્ય બહિરાત્મદશામાં કાણાંવાળી ડોલની જેમ જરા પણ સંગ્રહિત થઈ શકતું નથી, પામી શકાતું નથી કે તેનો અનુભવ થઈ શકતો નથી. બહિરાત્મદશાવાળા મિથ્યાત્વીજીવને પોતે જે તૃષ્ણાઓ પાછળ અનંત ભવ ગુમાવી ચૂક્યો છે તે તૃષ્ણાઓની વ્યર્થતાનો નિર્ણય પોતાના સ્વાનુભવના બળ ઉપર કરે ત્યારે જ સાચી દિશા તરફનું તેનું પહેલું કદમ ઊપડતું હોય છે. આ જીવે મિથ્યાત્વ દશામાં ગમે તેટલું સાંભળ્યું, ગમે તેટલું વિચાર્યું ગમે તેટલા ગુરૂ કયાં, ગમે તેટલાં વ્રત-નિયમો પાળ્યાં તો પણ મિથ્યાત્વ ન છૂટ્યો. તે તેની પોતાની ભૂલના કારણે. તે તેની પોતાની મિથ્યાત્વ બળવાન કરનાર બુદ્ધિ અને સચિના કારણે. જીવ મિથ્યાત્વમાંથી કેવી રીતે અને ક્યારે છૂટી શકે?
આ સંદર્ભમાં આ શ્લોકના અનુસંધાનમાં સ્વ-રચિત એક દોહરો નીચે જણાવ્યો છે.
अनुभवके बल पर दोउ खड़े, तामे साचो एक ?
जोगी त्यजे न जोगको भोगी त्यजे न भोग । સ્વાનુભવના બળ ઉપર ઊભેલા જોગીને સમ્યગ્દષ્ટિ મુનિ યોગ અર્થાત્ આત્મા જ સત્ય જણાવાય છે. જ્યારે સંસારીને ભોગ-વિલાસ સત્ય જણાય છે. વાસ્તવમાં આ બંનેમાં સમ્યગૃષ્ટિ મુનિ સાચા છે. આ સંદર્ભમાં બહિરાત્મદશામાંથી, મિથ્યાત્વમાંથી જીવ ક્યારે છૂટી શકે? કઈ રીતે છૂટી શકે ? આનો ઉત્તર એક જ છે, જે સ્વાનુભવના બળ ઉપર જીવની રુચિ ભોગ-પ્રધાન બની અને અનંત જન્મ કર્યા તે જીવ અનંત કાળે પણ જ્યારે છૂટશે ત્યારે પોતાના સ્વાનુભવના બળ ઉપર ભોગની નિરર્થકતાનો નિર્ણય કરી પોતાની રુચિ પલ્ટાવી અને પલટાયેલી સચિને ઉત્તરોતર બળવાન કરી
For Private goxhal Use Only
Jain Education International
www.jainelibrary.org