________________
ભક્તામર શ્લોક ૧૫ चित्रं किमत्र यदि ते त्रिदशाग्डनाभि - नीतिं मनागपि मनो न विकारमार्गम् । कल्पान्तकालमरुता चलिताचलेन,
किं मन्दराद्रिशिरवरं चलितं कदाचित् ? ।। १५ ।। ભાવાર્થ :
હે પ્રભુ! દેવાંગનાઓએ શૃંગાર વગેરેની ચેષ્ટા વડે તમારા મનને સહેજ પણ વિકાર પમાડ્યો નહિ. તેમાં કોઈ આશ્ચર્ય નથી. કારણકે જેણે બીજા પર્વતોને કંપાવ્યા છે તે પ્રલયકાળનો પવન શું મેરુપર્વતના શિખરને કંપાવી શકે ખરો? નહીં જ. ૧પો.
શ્રી ભક્તામર સ્તોત્રના પંદરમા શ્લોકમાં પ્રારંભમાં એમ જણાવ્યું છે કે હે પ્રભુ, દેવાંગનાઓએ શૃંગાર વિગેરેની ચેષ્ટા વડે તમારા મનને સહેજ પણ વિકાર પમાડ્યો નહીં. આ શ્લોક પણ તત્ત્વની સર્વાધિક મહત્ત્વપૂર્ણ વાત આપણને સમજાવે છે. જરા વિશદતાથી વિચારીએ તો એમ સમજાશે કે દેવાંગનાની ચેષ્ટા હોય કે વિકારોનું પ્રચંડ ઉલ્કાપાત જન્માવનાર ગમે તે તત્ત્વ હોય તો તે પરમાત્માને સહેજ પણ વિકાર પમાડી શકતી નથી. જે સાધારણ હાવ-ભાવો સામાન્ય માનવીના મનને વિચલિત કરી નાખે છે. તે તેમ કઈ રીતે કરી શકે છે? માનવીનું મન શું છે? મનનો સ્વભાવ શું છે? શું મન વિકારોને હંમેશા વશ થઈ જાય છે? જો એમ હોય તો પરમાત્માનું મન એવું તો કેવું છે કે જેને સહેજ પણ વિકાર થતો નથી. શા માટે આ મન સામાન્ય માનવીને બંધનમાં જકડી રાખે છે? પરાધીન બનાવે છે, અને નિરંતર ભવભ્રમણ કરાવે છે? જે મન બંધનનું કારણ છે તે મન મોક્ષનું કારણ કઈ રીતે બની શકે? મનુષ્ય બહુચિત્તવાન છે: મનની ગતિવિધિ ખૂબ
વિચિત્ર છે! ઉપરના પ્રશ્નો વિષે જેમ ઊંડાણથી અને ચિંતનપૂર્વક વિચારણા કરવામાં આવે તેમ તેમ મનની સ્થિતિનો અવશ્ય તાગ પામી શકાય છે. શ્રી પરમાત્માએ મનુષ્યને એક અર્થમાં “બહુચિત્તવાન” કહ્યો છે. આજનું વિજ્ઞાન આ જ સંદર્ભમાં મનુષ્યને “MultiPsychic' કહે છે. એનો
For Private( gę )onal Use Only
Jain Education International
www.jainelibrary.org