________________
શ્રી ઉપદેશ સાગર ભગવાન પાસે ગયા, અને વંદણા નમસ્કાર કરી યથાસ્થાનકે બેઠા. શ્રી મહાવીર ભગવાને ધર્મકથા શરૂ કરી. શીવાનદાના હદયમાં ધર્મકથાના શ્રવણથી ઘણેજ આનંદ પ્રાપ્ત થયા અને તેથી આણંદજીની માફક બાર વ્રત અંગિકાર કર્યો, અને શ્રાવિકા ધર્મ સ્વિકારી પ્રભુને વંદણ નમસ્કાર કરી પ્રભુ પાસેથી રવાના થઈ પિતાને ઘેર આવ્યા.
ત્યારબાદ ત્યાં પાસે બેઠેલા ભગવાનના મોટા શિષ્ય શ્રી ઇંદ્રભૂતિ ગૌતમ સ્વામિ)એ શ્રી મહાવીર ભગવાનને વંદણા નમજારી કરી પૂછયું કે,
હે ભગવાન! આણંદજી ગૃહસ્થાશ્રમ તજી આપની પાસે દીક્ષા અંગિકાર કરશે? જવાબમાં પ્રભુએ કહ્યું કે, હું ગતમ! આણંદજીને ત્રીજી ચિકીને ક્ષપશમ થયું નથી જેથી રીક્ષા લઈ શકશે નહિં, પરંતુ ઘણું વર્ષ સુધી ચેકનું શ્રાવકપણું પાળી, ચાર પલ્યોપમની આયુષ્યની સ્થિતીએ પહેલા સુધર્મા દેવલોકને વિષે ઉત્પન્ન થશે. આ પ્રમાણે ભગવાનનું કહેવું સાંભળી ગોતમ સ્વામીને ઘણે જ આનંદ પ્રાપ્ત થયો. ત્યાર બાદ શ્રી મહાવીર પ્રભુ અને ગૌતમ સ્વામી વગેરે ભવ્ય જીવના ઉપકારાર્થે અન્ય દેશ તરફ વિહાર કરી ગયાં.
હવે આણંદ શ્રાવક જીવ–અજીવનું જાણપણું થવાથી સાધુ સાધ્વીને ચાર પ્રકારનું દાન દેતાં થકા, અને શીવાનંદા શ્રાવીકાધર્મ પાળતાં થકાં દિવસ નિર્ગમન કરે છે, અને એ પ્રમાણે રહેવાની સાથે પિષા, ઉપવાસ, પરચુરણ વ્રત-પચ્ચખાણ કરતાં ચાર વર્ષ પુર્ણ થયાં.
એક દિવસ રાત્રિના વખતે ધર્મ જાઝિકા કરતાં આણંદ શ્રાવકને એ વિચાર ઉત્પન્ન થયે કે, “આ વાણીયગામ નગરમાં હું એક ગૃહસ્થ તરીકે ગણાઉં છું. મારા ઉપર ઘણાને આધાર છે, વળી મારા વચનપર ભરૂં સો રાખી રાજા, અન્ય શેઠ, સૈન્યાધિપતિ તેમજ મારા કુટુંબીજને વગેરે સવે, દરેક શુભ કાર્યમાં મારી સલાહ લઈ તે પ્રમાણે વતે છે, અને મને આગેવાન તરિકે
પ્રાપ્ત થશે. એનું
અને ગૌતમ
કરા અન્ય