________________
અથ શ્રી ઉપદેશ ાતક.
વિનાનુ ઝાડ, મીઠાવિનાનુ લેાજન, ગુણવિનાના પુત્ર, ચારિત્રવિનાના સાધુ, દેવવિનાનુ મદિર, અને ધર્મ વિનાના માણસ એ સર્વ શેાલા પામતા નથી. વળી કહ્યું છે કે,
v
प्रितिद्रष्टिविना सुखं धनविना गेहं भार्याविना, विप्रा वेद विना यति गुण विना राजाच सैन्यंविना; शूरः शस्त्रविना स्त्रीयः पतिविना पूजाविना देवता, एतत् सर्व न शोभते किमपरं देहंच जीवं विना || ६८||
ભાવાર્થ :—આંખ મેળાપ વિનાની પ્રીતિ, ધન વિનાનું સુખ, સ્ત્રીવિનાનું ઘર, વેદ વિનાના બ્રાહ્મણ, ગુણુ વિનાના સાધુ, સૈન્ય વિનાના રાજા, હથીયાર વિનાના શૂરા, ધણી વિનાની સ્રી, પુજા વિનાના દેવ અને જીવ વિનાનું શરીર એ સર્વે શેશભાને પાત્ર નથી.
ઘડપણ વિષે.
मात्रं संकुचितं गति र्विगलिता दंताश्च नाशं गता, दष्टिर्भश्यति रूपमेव हसते वक्रं चलालायते; वाक्यं नैव करोति बाधव जनः पत्नी न शुश्रूषते, धिक् कष्टं जरयाभिभूत पुरुषं पुत्रोऽप्यवज्ञायते ॥ ६९ ॥
ભાવાથઃ—જ્યારે ઘડપણ આવે છે, ત્યારે શરીર સદાચાય છે, ગતિ વિકળ થાય છે એટલે ધારેલી જગ્યાએ પગ મુકી શકાતા નથી, દાંત પડી જાય છે, આંખે દેખી શકાતું નથી; આંખ અને શરીરનું સ્વરૂપ નાશ પામે છે, માંઢામાંથી લાળ પડે છે, ભાઈએ કહેલા વચનને સાંભળતા નથી, સ્ત્રી સેવા કરતી નથી, અને અનેક મુશ્કેલીએ ઉછેરી મોટા કરેલા પુત્રે પણ અવજ્ઞા કરે છે, માટે ઘડપણને ધિક્કાર છે.