________________
૧૩૦
શ્રી ઉપદેશ સાગર.
સુખમાં તણાઈ જવાય નહિ. હે રાજન ! મનુષ્યભવ મળવા મહુ દુર્લભ છે, માટે તેનુ સાથૅક કર, એટલે દીક્ષા લઈ તપશ્ચર્યા કર, નહિ તે મનુષ્ય જન્મ એળે ગુમાવીશ.
સુનિ ગઈ ભાલીના આવા અપૂર્વ વચન સાંભળી રાજા સંજતી ખેત્યા કે, હે પ્રભુ ! તમારાં વચન સત્ય છે, પણ મને લક્ષ્મી અને સ્ત્રીએ પરથી માહભાવ આ થતા નથી.
મુનિએ કહ્યું કે, હે રાજા ! તે મેહ સ્વવશે નહિ ઉતરે તા પરવશે એટલે મૃત્યુ પછી જરૂર ઉતારવા પડશે. ત્હારા મૃત્યુ પછી હારી મેળવેલી લક્ષ્મીના બીજા માલિક થઈ મેાજ કરશે. તેમજ ત્યારી સ્ત્રીઓનું તું રક્ષણ કરે છે, તેને સારાં સારાં વસ્ત્રાલ કારો ધારણ કરાવે છે, તેપણુ દ્ઘારા મૃત્યુ પછી હારી સ્ત્રીઓ તેજ કરાવેલા ઘરેણાં-વસ્ર પ્રેમ સહિત હૅરી બીજા પુરુષ સાથે ભાગ લાગવશે. અને હું કીધેલા શુભાશુભ કમ પરભવે ત્યારે પાતાનેજ લેાગવવાં પડશે. માટે સમજીને પહેલેથી જ
ત્યાગ કર.
આવાં ગઈ ભાલી મહાત્માના વચન સાંભળી સજતી રાજાએ વૈરાગ્ય પામી સંસારનો ત્યાગ કરી, રાજ્ય ઋદ્ધિપરથી મમત્વ ભાવ દૂર કરી તેજ ગુરૂ પાસે દીક્ષા લીધી,ગુરૂ પાસે વિનય સહિત અગ્યાર અંગ ભણ્યા, અને તપશ્ચર્યા કરતાં છેવટે અધિ જ્ઞાન ઉત્પન્ન થયુ. એટલે પાછલે ભવ જોયા, અને વૈરાગ્યમાં વધારે થયા. પછી ગુરૂને વંદા નમસ્કાર કરી પૂછ્યું કે, હે પ્રભુ ! આપની ઈચ્છા અને આજ્ઞા હોય તે હું એકાકીપણે વિચરૂ. • ચેાગ્યતા જાણી ગુરૂએ કહ્યું કે, હું દેવાણુંપ્રિય ! જેમ તમને સુખ થાય તેમ કરી. તપ-સંયમના વધારા કરજો. આવાં ગુરુનાં વચન માથે ચડાવી લેઈ ગુરૂને નમસ્કાર કરી એકાએકપણે વિચરવા લાગ્યા. રસ્તામાં મહાત્મા ક્ષત્રી રાજ ઋષીશ્વર મળ્યા. તે મહાત્માએ સજતી મુનિના વૈરાગ્ય જોઈ પૂછ્યું કે, હે મુનિ ! તમારી મુખમુદ્રા પરથી તમે વિકાર રહિત જણાવ છે, હમારૂ નામ