________________
અથ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના પહેલા અધ્યયનને ભાવાર્થ ૧૯૭ બાહ્ય સંગથી તથા મિથ્યાત્વ, સ્ત્રીવેદ, પુરૂષવેદ, નપુંસકદેવ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, દુગચ્છા, ક્રોધ, માન, માયા અને લોભારૂપ અત્યંતર સંગ, એ બે પ્રકારના સંગથી વિશેષે મૂકાએલા, અણગાર એટલે ઘર વિનાને અર્થાત્ નિયત વાસ રહિત અને માધુકરી વૃત્તિથી આહાર ગ્રહણ કરી શરીરને ધારણ કરનારે જે ભિક્ષુ (મુનિ) છે, તેના વિનય (જે જૈનશાસનનું મૂળ છે તે) ને હું અનુક્રમે પ્રગટ કરીશ, તે તમે મ્હારા વચનને સાંભળે. (૧)
ભાવાર્થ–જે શિષ્ય તીર્થંકરપ્રણીત સિદ્ધાંતની વાણીને અથવા ગુરૂના વચનને પ્રમાણ કરનારે છે, તે ગુરૂની સમીપે રહે. ના હોય અને પ્રવૃત્તિ નિવૃત્તિ સૂચવનારી કાંઈક ભ્રકુટી અને શિરકંપનાદિક ગુરૂની માનસિક ચેષ્ટાને તથા ચલન વિગેરેને સૂચવનારી તથા કેઈ પણ દિશામાં જેવું, એ વિગેરે ગુરૂના શરીરની બાહ્યચેષ્ટાને જાણનારે છે, તે શિષ્ય વિનીત કહેવાય છે. (૨)
| ભાવાર્થ-જે શિષ્ય તીર્થકર તથા ગુરૂના વચનને પ્રમાણ કરતું નથી, તથા જે “જાણે ગુરૂ કાંઈ કામ બતાવશે ” એવા ભયથી ગુરૂની પાસે રહેતું નથી, તેમજ જે ગુરૂનાં છિદ્ર જૂએ છે, અને પોતે કાંઈ પણ તત્વને જાણતું નથી, તે શિખ્ય અવિનીત કહેવાય છે. (૩)
ભાવાર્થ-જેવી રીતે સડી ગએલા કાનવાળી અર્થાત જેના સર્વ અંગમાં કીડા પડેલા છે, એવી કૂતરી ઘર વિગેરે સર્વ સ્થાનકમાંથી બહાર કાઢી મૂકાય છે, તેવી રીતે દુષ્ટ આચારવાળે, ગુરૂને દ્વેષી અને જેમ તેમ બકવાદ કરનારે અથવા વૈરીના જેવા મુખવાળો અવિનીત શિષ્ય સંઘાડામાંથી બહાર કાઢી મૂકાય છે. એમ જાણીને દુવનીત૫ણું તજવું. (૪) | ભાવાર્થ-જેવી રીતે ભૂંડ ચેખાથી ભરેલા પાત્રને ત્યાગ કરીને વિષ્ટાને ખાય છે, તેવી રીતે ભૂંડ સમાન મૂખ સાધુ ચોખા જેવા રૂડા આચારને છીને વિષ્ટા સમાન દુષ્ટ આચારમાં રમે છે. (૫)