________________
૨૨૦
શ્રી ઉપદેશ સાગર. ભાવાર્થ –પછી જ્યારે મરણ સમય આખરે આવી પહોંચે છે ત્યારે તે મૂખ લાયથી કંપે છે, અને તે “અકામ મરણે” મર છે અને દાવ (હુત દોષ) થી જીતાયેલો જુગારી જેમ શોચ કરે છે તેમ તે પાપી જીવ (તક ગુમાવવાથી) શશ કરે છે. (૧૬)
ભાવાર્થ-મૂખનું અકામ મરણ (બાલ મરણ) આ પ્રમાણે સમજાવ્યા પછી હવે ડાહ્યા પુરૂષના સકામ મરણ (પંડિત મરણ) વિષે કહું છું તે સાંભળે. (૧૭) | ભાવાર્થ –પુણ્યવંત મનુષ્ય જે સંયમથી પિતાના આત્માને અને વિકારેને વશ રાખી શકે છે તેવા પંડિતનું સકામ મરણ વ્યાકુળતા અને વિન રહિત હોય છે, એમ મેં ગુરૂ મુખેથી સાંભળ્યું છે. (૧૮)
ભાવાર્થ –એવું મરણ સઘળા સાધુને તેમજ સઘળા ગૃહસ્થને પ્રાપ્ત થતું નથી. કારણ કે ગૃહસ્થના આચાર વિવિધ પ્રકારના હોય છે અને સાધુના આચાર અતિ વિષમ છે. (૧૯)
ભાવાર્થ –કઈ કઈ સંસારી કેટલાક [ નામધારી] સાધુ કરતાં સંયમ શ્રેષ્ટ હોય છે. પણ ખરા સાધુ સઘળા સંસારી કરતાં સંયમમાં ઉત્કૃષ્ટ હોય છે. (૨૦) | ભાવાર્થચીર, વલ્કલ, મૃગચર્મ ધારણ કરવાથી, યા તે નગ્ન રહેવાથી, જટા રાખવાથી, કંથા ધારણ કરવાથી, માથું મુંડાવવાથી અને એવાં એવાં બાહ્ય આચાર-નિશાને ગ્રહણ કરવાથી કોઈ દુરાચારી કુમાર્ગી [સાધુ પિતાને દુર્ગતિથી બચાવી શકતા નથી. (૨૧)
ભાવાર્થ –દુઃશીલ ભિક્ષા માગીને આજીવિકા કરે પણ અનાચાર સેવે અને પાપકર્મ વજે નહિ તે તે નરકથી છુટે નહિ, પણ પવિત્ર વર્તન રાખનાર (પિતાનાં વ્રત રૂડી રીતે પાળનાર) સાધુ હોય કે સંસારી હોય પણ સ્વર્ગે જાય છે. (૨૨) | ભાવાર્થ –શ્રદ્ધાવંત શ્રાવકે સામાયિકના અંગ કાયાએ કરીને પાળવા જોઈએ. શુકલ અને કૃષ્ણ પક્ષમાં ( આઠમ, પાખી વગેરેના ) શુદ્ધ ભાવે પોષા કરવા જોઈએ. કેઈ દિવસ તે કર
જ એક હોય છે. જે પાર